તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશી આપનારી ઈમાનદારી આપણી ટેવ બની જાય છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મવારની સવારે યુએઈમાં રજાઓ ગાળવા ગયેલા મારા એક મિત્રએ ગભરાયેલા અવાજમાં મને ફોન કર્યો. તેણે મને કહ્યું, “હું શારજાહ, યુએઈના એક મોલમાં કેમેરો ભુલી ગયો છું. શું તમે કોઈને ઓળખો છો, જે પાછો મેળવવામાં મદદ કરી શકે?’ મેં કહ્યું, તે શાહજાહ પોલીસની લોસ્ટ એન્ડ ફાઉન્ડ શાખામાં પહોંચીને રિપોર્ટ કરે. તેને આ બાબતે શંકા હતી. તેણે મને પુછ્યું, “હું અહીં થોડા દિવસ માટે જ આવ્યો છું અને પોલીસની માથાકૂટમાં પડવા માગતો નથી.’

મેં તેને એક કિસ્સો જણાવ્યો કે, કેવી રીતે એક સાઉદી પ્રવાસી શારજાહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડિજિટલ કેમેરો ભુલી ગયો હતો અને એ તેને પાછો મળી ગયો. પછી મેં શારજાહ પોલીસનો ડાયલોગ સંભળાવ્યો, “જ્યાં સુધી શારજાહ પોલીસ કોઈ સામાન શોધી શક્તી નથી, ત્યાં સુધી તેને ખોવાયેલો માનવો નહીં.’ હું મારા મિત્રને વ્હોટ્સએપ પર આ ઘટના બતાવતો હતો ત્યારે તેણે વ્યંગ કરતા મને પુછ્યું કે, “શું આપણા દેશમાં આવી કોઈ પોલીસ સ્ટેશન કે પોલીસ અધિકારી છે, જે સતત આવું કામ કરતો હોય?’ મેં આવા ળોકને શોધવાનું શરૂ કર્યું અને મને અનેક લોકો મળ્યા. તેમાંથી જ એક છે રાંચીમાં ટ્રાફિક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર કુમાર સિંહ, જેમણે સાબિત કર્યું છે કે તેઓ એવા પોલીસવાળા છે, જેને કોઈ પણ સામાન મળે છે ત્યારે તે પોતાની ફરજની મર્યાદાઓ પાર કરીને પણ મદદ કરે છે.

તાજેતરમાં જ 4 જાન્યુઆરીના રોજ સ્પેશિયલ ઓક્ઝિલરી પોલીસમાં હજારીબાગમાં તૈનાત કોન્સ્ટેબલ લિબનસ તિર્કે પોતાના નસીબને રડી રહ્યા હતા, જ્યારે રાંચીમાં તેમનું પાકિટ ખોવાઈ ગયું હતું, જેમાં રોકડ રકમ, એટીએમ ડેબિટ કાર્ડ, આર્મી કેન્ટિન કાર્ડ અને આધાર કાર્ડ હતું. તેમનું નસીબ સારું હતું કે, આ પાકિટ એએસઆઈ દેવેન્દ્રના હાથમાં પહોંચ્યું. પાકિટમાં કોઈ કોન્ટેક્ટ નંબર કે ઈમેલ ન હોવાના કારણે દેવેન્દ્રને તેનો માલિક શોધવામાં થોડો સમય લાગ્યો. સૌથી પહેલા તેમણે પોલીસના વ્હોટ્સ એપ ગ્રુપમાં પુછ્યું. ત્યાર પછી દેવેન્દ્રએ નક્કી કર્યું કે, પાકિટમાં મુકેલા કાર્ડસથી માલિકને શોધવો જોઈએ. સૌથી પહેલા તેઓ આધાર કાર્ડ સાથે મોબાઈલ જોડાયેલો છે કે નહીં એ ચકાસ્યું. આવો કોઈ નંબર ન હતો. ત્યાર પછી તેમણે ડેબિટ કાર્ડના માલિકની માહીતી શોધવાનો પ્રયાસ કર્યો. અહીં તેમને સફળતા મળી. 9 જાન્યુઆરીના રોજ તિર્કેને ફોન આવ્યો કે, શું તમારું પાકિટ ખોવાઈ ગયું છે, જેમાં ડેબિટ કાર્ડ પણ હતું? તિર્કે 11 જાન્યુઆરીના રોજ દેવેન્દ્રની ટ્રાફિક પોસ્ટ ગયા જ્યો તેમને પાકિટ પરત મળ્યું. દેવેન્દ્ર વર્ષ 2000માં પોલીસ ફોર્સમાં જોડાયા હતા અને 2016માં તેની રાંચી ટ્રાન્સફર થઈ હતી. તેમને અસંખ્ય પર્સ કે વોલેટ, કાગળો, મોબાઈલ ફોન મળતા રહે છે. તેઓ માત્ર માલિકને જ શોધતા નથી, પરંતુ બધો જ સામાન સુરક્ષિત પહોંચી જાય એ બાબતનું પણ ધ્યાન રાખે છે. આ ઉપરાંત દેવેન્દ્ર ટ્રાફિકમાં ફસાયેલા વડીલો, બાળકો અને દર્દીઓની પણ હંમેશાં મદદ કરતા રહે છે. રાજ્ય અને જિલ્લા પોલીસ દ્વારા આ કામ માટે દેવેન્દ્રનું 72થી વધુ વખત રોકડ પુરસ્કાર અને પ્રશંસા પત્ર આપી સન્માન કરાયું છે. ગયા વર્ષે વિશિષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રપતિનું પોલીસ મેડલ પણ મળ્યું હતું.

ફંડા એ છે કે, તમને જ્યારે ઈમાનદારીથી ખુશી મળવા લાગે છે, તો તે એક ટેવ બની જાય છે. પછી તે દેવેન્દ્ર જેવો કોઈ વ્યક્તિ હોય કે શારજાહ પોલીસ જેવી સંસ્થા.

સો
મેનેજમેન્ટ ફંડા એન.રઘુરામનના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે ટાઈપ કરો FUNDA અને SMS મોકલો 9190000071 પર

મેનેજમેન્ટ ફંડા
એન. રઘુરામન

મેનેજમેન્ટ ગુરુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો