તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અાજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે ગીતકાર-સંગીતકાર રવીન્દ્ર જૈનનો જન્મદિવસ અને ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદની પુણ્યતિથિ છે. ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે માતા-પિતાના સાત સંતાનો પૈકી ત્રીજા સંતાન તરીકે જન્મેલા રવીન્દ્ર જન્મજાત નેત્રહીન હતા. પણ શારીરિક નબળાઈને પોતાના પર હાવી થવા દીધી ન હતી. નાનપણમાં જૈન સંતોના સાંનિધ્યમાં ભજન ગાતાં ગાતાં સંગીતનું બુનિયાદી શિક્ષણ પ્રાપ્ત કર્યુ. ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી જમાવતા પહેલા રવિન્દ્ર ભજનો ગાતા. ‘સૌદાગર’ ફિલ્મથી ફિલ્મી સંગીત ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી. પછી તો નામ સાંભળવાથી જ આનંદ થાય તેવા ગીત ગાતાં ચલ ઓ સાથી ગુનગુનાતા ચલ, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, ઠંડે ઠંડે પાની સે ન્હાના ચાહીએ, એક રાધા એક મીરાં, અખિંયો કે ઝરૂખે સે મૈને જો દેખા સાંવરે, શ્યામ તેરી બંશી પુકારે રાધા નામ અને સુન સાયબા સુન જેવાં જેવા અનેક ગીતો માટે સંગીત આપ્યું. રામ તેરી ગંગા મૈલી ફિલ્મ માટે રવીન્દ્ર જૈનને સંગીતનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ઉપરાંત રામાનંદ સાગરની રામાયણ જેવી અનેક ધાર્મિક શ્રેણીઓ અને હિન્દી સિવાય તેઓએ હરિયાણવી, ભોજપુરી, બંગાળી મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. પદ્મશ્રી પ્રાપ્ત રવીન્દ્ર જૈનનું 9 ઓકટોબર 2015ના રોજ અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો