તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અાજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે ફારુખ એન્જિનિયર, મહેરબાબા, સિને અભિનેત્રી દિવ્યા ભારતી અને રવિશંકર મહારાજ જેવા અનેક વ્યક્તિ વિશેષનો જન્મદિવસ છે. સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી, કરોડપતિ ભિક્ષુક, મૂકસેવક, બીજા ગાંધી જેવા અનેક વિશેષણો જેમની સાથે રૂઢ થયા છે તેવા રવિશંકર વ્યાસનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામે થયો હતો. છઠ્ઠા ધોરણ સુધી ભણ્યા પછી પિતાજીને ખેતીમાં મદદ કરવા ભણતર ત્યજ્યું. 1921માં જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધું. સુણાવ ગામમાં શાળાની સ્થાપના કરી આચાર્યથી લઈ સેવક સુધીની જવાબદારી સંભાળી હતી. ખેડા જિલ્લામાં બારૈયા અને પાટણવાડિયા જેવી કોમોના ઉત્થાન માટે પ્રવૃત્ત થયા.1923માં હૈડિયા વેરાની વિરુદ્ધ શરૂ થયેલા બોરસદ સત્યાગ્રહથી લઈ બારડોલી સત્યાગ્રહ, સવિનય કાનૂનભંગ અને હિન્દ છોડો આંદોલનથી લઈ ગુજરાત કક્ષાએ થયેલા લગભગ પ્રત્યેક સત્યાગ્રહમાં મહારાજશ્રીનું સીધું યોગદાન અને માર્ગદર્શન રહ્યું હતું. તેથી વધુ તેમનું યોગદાન સુરાજ્યની રચનાત્મક પ્રવૃત્તિઓમાં રહ્યું છે.1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમના વરદ હસ્તે થઈ હતી. ભૂદાન આંદોલન વખતે તેમના પગપાળા પ્રવાસો યુવાનોને પણ શરમાવે તેવા હતાં. સાદાઈના પર્યાય સમા રવિશંકર મહારાજનું 1 જુલાઈએ તેમનું અવસાન થયું હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો