તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ શહેરનાં નગરપાલિકા ચીફ ઓફીસરનાં હાય હાયના નારા લાગ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકબાજુ દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે બીજી બાજુ આ અભિયાનના પાયાના પથ્થર સમાન ગણાતા સફાઈ કામદારોની જ પડતર માંગણીઓ જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આજદિન સુધી નજર અંદાજ કરી તેમની અવહેલના કરવામાં આવતી હોવાથી જસદણ નગરપાલિકાના તમામ સફાઈ કામદારો ગત તા.25થી નગરપાલિકા કચેરીના પટાંગણમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરી તમામ સફાઈ કામદારોની કાયમી ભરતી કરો અને બઢતીનાં નિયમો મુજબ સીધી ભરતી કરો તેવી માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. આ પ્રતિક ઉપવાસ આંદોલનના ત્રીજા દિવસે પણ તમામ સફાઈ કામદારો ગયા વખતની જેમ આ વખતે નિરાકરણ સિવાય નમતું જોખવાના મુડમાં ન હોય તેવા ઘાટ જોવા મળ્યા હતા. ત્યારે જસદણના ચીફ ઓફિસરે સફાઈ કામદારોને હડતાલ સમેટી લેવાની ધમકી આપી તમામને છૂટા કરી નાખવામાં આવશે તેવું જણાવવામાં આવતા સફાઈ કામદારોનું ઉપવાસ આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું અને ચીફ ઓફિસર હાય હાય, હેડ ક્લાર્ક હાય હાયના નારા લગાવતા વાતાવરણ ભારે ગરમાયું હતું.

ચીફઓફિસરની ધમકી સામે ઝૂંકશું નહીં
જસદણના સફાઈ કામદારોને હડતાલ સમેટી લેવા ચીફ ઓફીસરે ધમકી આપી છે. સાથે જ નહિતર છૂટા કરી દેવાનું જણાવ્યુ છે. જેના કારણે અમે ચીફ ઓફિસર હાય હાય, હેડ ક્લાર્ક હાય હાયના નારા લગાવ્યા હતા. જસદણની સફાઈ કામગીરી કરાવવી હોય તો તમે સફાઈ કામદારોને ગોતીને કરાવો તેવું કહીને તેમની ધમકી સામે અમે ઝુંકશુ નહીં તેવો મેસેજ આપી દીધો છે. જીતુભાઈ બારૈયા, વાલ્મીકી સેના ગુજરાત પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો