ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ ન કરનારને મેસેજથી બોર્ડે જાણ કરી

Div News - gujcet exam hall the board notified the message by not sending the ticket 061117

DivyaBhaskar News Network

Apr 24, 2019, 06:11 AM IST
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

26 એપ્રિલે યોજાનાર ગુજકેટની પરીક્ષા માટે 7 હજાર વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા નથી. બોર્ડે ગુજકેટની પરીક્ષામાં ત્રણ દિવસ જ બાકી હોવાથી તમામ વિદ્યાર્થીને મેસેજ કરીને પોતાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા જણાવ્યું છે. ગુજકેટની પરીક્ષા માટે હોલટીકીટ માત્ર ઓનલાઇન જ ઉપલબ્ધ છે. જેથી વિદ્યાર્થીઓ પોતાની રીતે પણ હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકે છે. બોર્ડે વિદ્યાર્થીઓને મેસેજ કરીને જાણ કરી છે કે હોલ ટીકીટ ડાઉનલોડ ન થવાથી જે મુશ્કેલી ઉભી થશે તે માટે જવાબદાર વિદ્યાર્થી અને વાલી રહેશે, માટે દરેક વિદ્યાર્થીએ પરીક્ષા પહેલા હોલ ટીકીટ ડાઉનલોડ કરવી ફરજિયાત છે.

26 એપ્રિલે યોજાનારી ગુજકેટની પરીક્ષા માટે હજુ સુધી 7 હજારથી વધુ વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ ડા:નલોડ કરી નથી. તેમજ પરીક્ષા નજીક હોય વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી અને મુશ્કેલી ન પડે તે માટે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ ઓનલાઇન ડાઉનલોડ કરવાની રહેશે.

X
Div News - gujcet exam hall the board notified the message by not sending the ticket 061117
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી