તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત ટુરિઝમને કેન્દ્રના ત્રણ એવોર્ડ મળ્યા : ચાવડા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ગુજરાત સરકારે ગુજરાતના ટુરીઝમ વિભાગને નેશનલ ટુરીઝમ એવોર્ડ પ્રાપ્ત થયા છે તેમ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતુંં. તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવાના રાજય સરકારના પ્રયાસોને પરિણામે આ સિધ્ધિ હાંસલ થઇ છે. જેમાં વર્ષ 2017-18ની ગુજરાત સરકારની પ્રવાસનની કામગીરી માટે ત્રણ નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા છે. જે ગુજરાત માટે ખુબ જ ગૌરવાન્વિત બાબત ગણી શકાય.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગને બેસ્ટ સિવિક મેનેજમેન્ટ ઓફ ટુરીસ્ટ ડેસ્ટીનેશન ઇન ઇન્ડિયા (કેટેગરી-એ) માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પસંદગી થઇ છે. આવી જ રીતે, બેસ્ટ હેરીટેજ વોક માટે પણ અમદાવાદની હેરીટેજ વોકની પસંદગી થઇ છે. ઉપરાંત કચ્છ જિલ્લાના ધોરડોની મોસ્ટ રીસ્પોન્સીબલ ટુરિઝમ પ્રોજેકટ ઇનીસ્યેટીવ માટે કચ્છ જિલ્લાના ધોરડોની પસંદગી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...