તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ | તાલુકાના મોટી ખીલોરી ગામે ભીમ અગિયારસ ના દિવસે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | તાલુકાના મોટી ખીલોરી ગામે ભીમ અગિયારસ ના દિવસે જુગાર રમતા 11 પત્તા પ્રેમીઓ ઝડપાયા હતા અને આ પત્તા પ્રેમીઓ પાસે માર ન મારવા બાબતે તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ દીલીપ અરૂણભાઇ પાનસેરીયા (વાસાવડ આઉટ પોસ્ટ) ના એ રૂપિયા 80 હજારની લાંચની માંગ કરી હતી અને 73 હજાર રૂપિયામાં તોડ નક્કી થવા પામ્યો હતો જે પેટે પત્તા પ્રેમીઓએ રૂપિયા 40000 ચૂકવી પણ દીધા હતા જ્યારે બાકીના 33000 આજે લાંચ લેતી વેળાએ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ જતા ગુન્હો નોંધાવા પામ્યો હતો. એસીબી ની આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.વ્યાસ., એચ.પી.દોશી સાહિતનાઓ રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...