જર્મની: લગ્નનાં 71 વર્ષ પછી એક જ દિવસે પતિ-પત્નીનું નિધન

Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST
બર્લિન | જર્મનીમાં 71 વર્ષનું દાંપત્યજીવન વિતાવ્યા પછી 94 વર્ષના હર્બર્ટ અને 88 વર્ષનાં મર્લિન ફ્રાન્સિસે એક જ દિવસે આ દુનિયાને અલવિદા કરી. બંનેનાં મૃત્યુમાં 12 કલાકનું અંતર હતું. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ હર્બર્ટ મર્લિનને 72 વર્ષ પહેલાં એક કાફેમાં મળ્યાં હતાં. ત્યારે તેઓ 22 વર્ષના હતા અને મર્લિન માત્ર 16 વર્ષની હતી. એક વર્ષ ડેટિંગ પછી બંનેએ લગ્ન કરી લીધાં હતાં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સેનામાં સેવા ઉપરાંત હર્બર્ટે કોરિયા અને વિયેતનામમાં નોકરી કરી હતી.

ન્યૂઝ વોચ

કૃષ્ણકાંત ઉનડકટ

ર્ણાટકના રાજકારણમાં છેલ્લાં બે અઠવાડિયાંથી ઊથલપાથલ ચાલી રહી છે. કોંગ્રેસ અને જેડીએસના પ્રયાસો આજનું મોત કાલ પર ઠેલવવામાં રહ્યા છે. ગુરુવારે કર્ણાટક વિધાનસભાના ફ્લોર ઉપર મુખ્યમંત્રી કુમાર સ્વામીએ બહુમત સાબિત કરવાનો હતો. બધાને એમ હતું કે, બપોર સુધીમાં તો કોણ કેટલા પાણીમાં છે એ ખબર પડી જશે. વિધાનસભાની કાર્યવાહી લંબાતી ગઇ એમ બધાને થવા લાગ્યું કે, આ તો ઇરાદાપૂર્વક સમય પસાર કરવામાં આવે છે. મુખ્યમંત્રી કુમાર સ્વામી અને કોંગ્રેસના નેતા તથા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક તબક્કે તો સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો હવાલો આપીને એવું પણ કહ્યું કે, વિશ્વાસ મત લેવાનું હમણાં મુલતવી રાખવામાં આવે. ભાજપના નેતા બી.એસ. યેદ્દીયુરપ્પાએ જ્યારે જલદીથી બહુમત સાબિત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું ત્યારે કુમાર સ્વામીએ એવો ટોણો માર્યો કે, કેમ બહુ ઉતાવળ છે? ભાજપનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ વજુભાઇ વાળાને મળ્યું. રાજ્યપાલે પણ સ્પીકરને વિનંતી કરી કે, વહેલી તકે બહુમત પરીક્ષણની કામગીરી હાથ ધરો. જોકે, સ્પીકરે એમની વાત પણ ન ગણકારી. સાંજ પડ્યે કાર્યવાહી શુક્રવાર પર મુલતવી રાખી. રાજ્યપાલ વજુભાઇ વાળા કર્ણાટકની સ્થિતિ વિશે કેન્દ્રને રિપોર્ટ મોકલવાના છે. જો આવું જ ચાલતું રહ્યું તો કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન પણ લદાય એવી શક્યતાઓ નકારી ન શકાય. કર્ણાટક વિધાનસભામાં ગુરુવારે 19 ધારાસભ્યો ગેરહાજર હતા. બે અપક્ષ અને બહુજન સમાજ પાર્ટીના એક ધારાસભ્યનો પણ કોઇ પત્તો નહોતો. કોંગ્રેસના જૂથમાંથી ધારાસભ્ય શ્રીમંત પાટીલ બુધવારે ગુમ થઇ ગયા હતા. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો કે, ભાજપવાળાઓએ શ્રીમંત પાટીલનું અપહરણ કર્યું છે. ધારાસભ્ય શ્રીમંત પાટીલ મુંબઇના દવાખાનામાં સારવાર લેતા હોય એવો ફોટા પણ રિલીઝ કર્યા. આપણા રાજકારણીઓ તો ક્યારેક જે કરે છે એ ફિલ્મ કલાકારોને પણ ટક્કર મારે એવું હોય છે. કર્ણાટકમાં જે રીતે ધારાસભ્યો કોંગ્રેસ અને જેડીએસમાંથી ખસી ગયા એ પરથી એક વાત તો સમજાય જ છે કે, સરકાર પાસે હવે બહુમત રહ્યો નથી. પહેલાં સ્પીકરે રાજીનામાં ન સ્વીકાર્યાં. મામલો સુપ્રીમમાં ગયો. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, રાજીનામાં અંગે સ્પીકર તાત્કાલિક નિર્ણય લે. કર્ણાટકના સ્પીકર વાત તો એવી કરે છે કે, અમારા માટે સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે, પણ એ કામ તો પોતાની રીતે જ કરતા રહ્યા. તેમણે રાજીનામાં અંગે કોઇ નિર્ણય કર્યો જ નહીં. મુખ્યમંત્રી કુમાર સ્વામી પણ એવું કહેતા રહ્યા છે કે, મને સત્તાની કંઇ પડી નથી. જો આ વાત સાચી હોય તો તમે ખેંચીને લાંબું કેમ કરો છો? કુમાર સ્વામી ભાજપ સામે આક્ષેપ કરે છે કે, ભાજપવાળા તમામ પ્રકારની લાલચો આપીને અમારા ધારાસભ્યોને તોડે છે. હવે આ વાત તો બધાને ખબર છે. રાજકારણીઓને હવે આવું કંઇ કરતા શરમ આવતી નથી. મજાની વાત એ પણ છે કે, લોકોને પણ હવે આવી બધી વાતોમાં કોઇ નવાઇ લાગતી નથી અને કોઇ ફેર પણ પડતો નથી.

કર્ણાટકમાં જે કંઇ થયું એના માટે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર એકસરખા જવાબદાર છે. કોંગ્રેસનો વાંક થોડોક વધારે છે, કારણ કે કોંગ્રેસે મુખ્યમંત્રી કુમાર સ્વામીને ક્યારેય શાંતિથી કામ જ કરવા દીધું નહીં. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પતી એ પછી સરકાર બનાવવાની હતી ત્યારે કોંગ્રેસ અને જેડીએસ જે રીતે એક થઇને સાથે જોવા મળ્યા હતા એવા પછી ક્યારેય જોવા મળ્યા જ નહીં. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મે 2018માં યોજાઇ હતી. કર્ણાટકમાં વિધાનસભાની કુલ 225 બેઠકો છે. સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર રહે છે. પરિણામો આવ્યાં એમાં કોઇને સરકાર બનાવવા જેટલી બેઠકો મળી નહીં. ભારતીય જનતા પક્ષ 104 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. જોકે, સરકાર બનાવવા માટે તેને નવ બેઠકો ઘટતી હતી. કોંગ્રેસને 80 અને જનતાદળ સેક્યુલરને 37 બેઠકો મળી. કોંગ્રેસ અને જેડીએસે સાથે મળીને સરકાર બનાવવાનું નક્કી કર્યું. ભાજપ સત્તાથી દૂર રહે એ માટે કોંગ્રેસે સામે ચાલીને જેડીએસને ટેકો આપવાની જાહેરાત કરી હતી. જોકે, કોંગ્રેસ અને જેડીએસ કંઇ કરે એ પહેલાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપને સૌથી મોટો પક્ષ હોવાના નાતે સરકાર બનાવવાનું આમંત્રણ પાઠવી દીધું. ભાજપના બી.એસ. યેદ્દીયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ પણ લઇ લીધા. બહુમત સાબિત કરવા માટે યેદ્દીયુરપ્પાને પંદર દિવસનો સમય આપ્યો હતો. કોંગ્રેસ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઇ. સુપ્રીમ કોર્ટે પંદર દિવસનો સમય વધુ હોવાનું કહી વહેલી તકે બહુમત સાબિત કરવા યેદ્દીયુરપ્પાને આદેશ કર્યો. ભાજપ પાસે બહુમત તો હતો નહીં. વિધાનસભાના ફ્લોર ઉપર બહુમતી સાબિત કરવાનો સમય આવે એ પહેલાં જ યેદ્દીયુરપ્પાએ રાજીનામું આપી દીધું. એ પછી જેડીએસ અને કોંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી. કોંગ્રેસના 80 અને જેડીએસના 37 થઇ 117ની સંખ્યા થતી હતી. આ ઉપરાંત બે અપક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્યનો પણ સાથ મળ્યો. એ હિસાબે સરકાર પાસે 120ની સંખ્યા બની. જે સરકાર બનાવવા માટે જરૂરી આંકડા કરતાં સાત વધુ હતી. મુખ્યમંત્રી કુમાર સ્વામીને બધા નસીબનો બળિયો કહેતા હતા. તેનું કારણ એ હતું કે, તેની પાર્ટી પાસે માત્ર 37 ધારાસભ્યો હોવા છતાંયે તેને મુખ્યમંત્રી બનવા મળ્યું હતું.

જોકે, એ સમયે યેદ્દીયુરપ્પાનો દાવ નિષ્ફળ ગયો. બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે પણ વિવાદો સર્જાતા રહ્યા. મુખ્યમંત્રી કુમાર સ્વામીએ એક વાર નહીં, પણ અનેકવાર એવું કહ્યું કે, હું સરકાર ચલાવીને કંટાળી ગયો છું. કોંગ્રેસવાળા મને શાંતિથી કામ જ કરવા દેતા નથી. હું રોજેરોજ ઝેરના ઘૂંટડા પી રહ્યો છું. એ સાથે એવી આગાહીઓ થવા લાગી કે, કર્ણાટકની સરકાર લાંબું ટકવાની નથી. થોડા સમય અગાઉ જ કુમાર સ્વામીના પિતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ એવું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા કે, કર્ણાટકમાં ગમે ત્યારે વિધાનસભાની મધ્ય સત્ર ચૂંટણી આવી શકે છે. આ મામલે ઊહાપોહ થયા પછી દેવગૌડાએ ફેરવી તોળ્યું હતું કે, મારો કહેવાનો મતલબ બીજો હતો.

લોકસભાની ચૂંટણી પહેલાં નવેમ્બર 2018માં કર્ણાટકમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી. લોકસભાની ત્રણમાંથી બે બેઠકો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને જીતી લીધી હતી. વિધાનસભાની તો બંને બેઠકો ઉપર ગઠબંધનનો વિજય થયો હતો. એ વખતે એવી વાતો થઇ હતી કે, કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસનો દબદબો બરકરાર છે. જોકે, એ પછી બંને વચ્ચે સતત વિવાદો સર્જાતા રહ્યા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસનાં સૂપડાં સાફ થઇ ગયાં. કર્ણાટકમાં લોકસભાની 28 બેઠકો છે. આ 28માંથી 25 બેઠકો ભાજપે એકલા હાથે જીતી લીધી. એક બેઠક એને મળી જેની સામે ભાજપે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો અને એને ટેકો જાહેર કર્યો હતો. મુખ્યમંત્રી કુમાર સ્વામી તો પોતાના પિતા એચ.ડી. દેવગૌડા અને દીકરા નિખિલને પણ ચૂંટણી જિતાડી શક્યા ન હતા. લોકસભાની ચૂંટણીમાં આવી કારમી હાર પછી પણ કોંગ્રેસ કે જેડીએસના નેતાઓ સુધર્યા નહીં અને બંને વચ્ચે વિવાદો બહાર આવતા રહ્યા હતા. દેશમાં ભાજપને જે રીતનો વિજય મળ્યો એ પછી બીજા પક્ષોના નેતાઓનો પ્રવાહ પણ ભાજપ તરફ વળ્યો. અનેક રાજ્યોમાં ધારાસભ્યો અને સંસદસભ્યો પોતાનો પક્ષ છોડીને ભાજપમાં જોડાઇ ગયા. ગોવામાં તો કોંગ્રેસના 15માંથી દસ ધારાસભ્યોએ સામૂહિક રીતે ભાજપગમન કર્યું. કોંગ્રેસમાં અત્યારે જે હાલત છે એ બહુ વિચિત્ર છે. કોઇ ધણીધોરી જ ન હોય એ રીતે પક્ષ ચાલે છે. કર્ણાટકમાં પણ કોંગ્રેસે કોઇને કંઇ ટપાર્યા જ નહીં. હવે જ્યારે પતન નજીક છે ત્યારે કોંગ્રેસ અને જેડીએસ ખેંચી તાણીને લાંબું કરી રહ્યા છે. આ રીતે કોંગ્રેસ અને જેડીએસ સરકાર બચાવી બચાવીને કેટલા દિવસ બચાવી શકવાની છે? આ નાટક પર હવે થોડા જ સમયમાં પડદો પડી જવાનો છે.

[email protected]ચીનમાં ભવિષ્યની તૈયારી: 5જીના 5285 બેઝ સ્ટેશન સ્થાપ્યાં

ચીન માળખાકીય સુવિધા પાછળ લખલૂંટ ખર્ચ કરવાની સાથે ભવિષ્યની યોજનાઓની પણ તૈયારી કરી રહ્યું છે. હજી તો ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ ગણાતા 5જી આવવાની વાર છે પણ ચીને બેઇજિંગ સહિત અન્ય શહેરોમાં તેના અદભુત બેઝ બનાવવા માંડ્યા છે. બેઇજિંગના નવા એરપોર્ટ અને 2022 વિન્ટર ઓલિમ્પિકના સ્થળો સહિત 5285 બેઝ બનાવી દીધા છે. જ્યારે ગોંગઝુમાં પણ આ વર્ષમાં 14600 સહિત 2021 સુધીમાં 65000 બેઝ સ્થાપવાની તૈયારી ચાલી રહી છે.

રાજ્યપાલ વજુભાઇ વાળાની પરીક્ષણ હાથ ધરવાની વિનંતી પણ સ્પીકરે ન ગણકારી! : કર્ણાટક ધીમે ધીમે રાષ્ટ્રપતિશાસન તરફ ધકેલાઇ રહ્યું છે?

કર્ણાટકનું નાટક ખતમ થવાનું નામ જ નથી લેતું!

ડિનર ઇઝ રેડી, કોણ મારી સાથે ખાશે?

જાપાન... રી માત્સૂ નામના જીવદયાપ્રેમી પોતાની બિલાડી મારો માટે ચાર વર્ષથી કપડાં ડિઝાઇન કરે છે. અત્યાર સુધી તે ડિનર ટેબલની સાથે મારોના અલગ-અલગ પોઝમાં 227થી વધુ ડિશવાળા ફોટોશૂટ કરાવી ચૂક્યા છે. અહીં પણ મારો જાણે ડિનર ટેબલ પર કોઇના આવવાની રાહ જોતી દેખાય છે.

X
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
Div News - germany after 71 years of marriage husband and wife die on one day 091013
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી