તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નૈતિક વિપક્ષીઓ પર જ પ્રભાવી ગાંધીજીના સિદ્ધાંત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આપણાઆઝાદીના આંદોલનનું સૌથી મહત્ત્વનું પગલું એવી દાંડી કૂચને 90 વર્ષ પૂરા થયા છે. બ્રિટિશ રાજ વિરુદ્ધ મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલું સૌથી સફળ ‘અસહકાર આંદોલન’ હતું. બ્રિટિશ સરકારે એ સમયે ભારતીય દ્વારા મીઠાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ અને ભારે કરવેરો નાખ્યો હતો, જેના કારણે લોકો મોંઘું અને વિદેશી મીઠું ખરીદવા મજબૂર થયા હતા. આ મીઠા પરના ટેક્સનો વિરોધ તો 19મી સદીમાં જ શરૂ થયો હતો, પરંતુ 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજી દ્વારા આંદોલન શરૂ કર્યા પછી સફળતા મળી. ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. 385 કિમીની આ યાત્રામાં તેઓ દરેક પડાવમાં લોકોને સંબોધિત કરતા અને તેમની સાથે ચાલનારા લોકોની સંખ્યા વધતી જતી. 5 એપ્રિલ, 1930ના રોજ સમુદ્ર કિનારે દાંડી પહોંચ્યા અને બીજા દિવસે 6 એપ્રિલના રોજ તેમણે મુઠ્ઠી જેટલું મીઠું બનાવીને પ્રતીકાત્મક રીતે કાયદાનું ઉલ્લંઘન કર્યું. આ નાગરિક અસહકારનું અસરકારક પગલું હતું.

આ નાટકીય ઘટનાક્રમે દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું. ગાંધીજીએ મીઠા પરના ટેક્સ વિરુદ્ધ બે મહિના સુધી આંદોલન કર્યું અને બીજા લોકોને પણ મીઠાનો કાયદો તોડવા પ્રેરિત કર્યા. હજારો લોકોની ધરપકડ કરાઈ અને જેલમાં નાખી દેવાયા. મે મહિનામાં ગાંધીજીની ધરપકડ થઈ. જેના કારણે હજારો લોકો આ આંદોલનમાં જોડાયા અને 21 મે, 1930ના રોજ પોલીસે લગભગ 2500 સત્યાગ્રહીઓ પર લાઠીચાર્જ કર્યો. એક વર્ષ પૂરું થતાં-થતાં 60,000 લોકોને જેલમાં નાખી દેવાયા. ત્યાર પછી બ્રિટિશ શાસનને થયું કે જુલમ અને જેલમાં નાખવાથી કોઈ ફાયદો થશે નહીં. જાન્યુઆરી, 1931માં ગાંધીજી દ્વારા મુક્ત કરાયા અને લોર્ડ ઈરવિન વાટાઘાટો શરૂ થઈ. 5 માર્ચ, 1931ના રોજ ગાંધી-ઈરવિન કરાર પછી ગાંધીજીએ સત્યાગ્રહ સમાપ્ત કરી દીધો હતો. તેમનો નૈતિક વિજય થઈ ચૂક્યો હતો.

ગાંધીજીની દાંડી કૂચને યાદ કરવાનું કારણ એ છે કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આજે અનેક રીતે જવાહરલાલ નેહરુના 15 ઓગસ્ટ, 1947ની મધ્યરાત્રિએ આપેલા પ્રસિદ્ધ ભાષણ ‘નિયતિ સાથે સાક્ષાત્કાર’ના શબ્દોની પ્રતિધ્વનિ કરી રહી છે. એ સમયે તેમણે મહાત્માને ‘ભારતની ભાવનાનો અવતાર’ બતાવતા કહ્યું હતું કે, તેમના સંદેશાને ભવિષ્યની પેઢીઓ યાદ રાખશે. સંદેશો શું હતો? મહાત્મા દુનિયાના પ્રથમ સફળ ‘અહિંસા આંદોલન’ના લોકપ્રિય નેતા હતા. તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ હતી. દુનિયાની કોઈ પણ ડિક્શનરી સત્યના અર્થને એટલા ઊંડાણપૂર્વક વ્યાખ્યાયિત કરતી નથી, જેટલું ગાંધીજીએ કર્યું છે. તેમનું સત્ય તેમના દૃઢ મતમાંથી નિકળ્યું હતું. એટલે, તે માત્ર સચોટ જ નહીં ન્યાયિક દૃષ્ટિએ પણ સાચું હતું. સત્યને અન્યાયપૂર્ણ કે અસત્ય પદ્ધતિથી મેળવી શકાય નહીં. એટલે કે, પોતાના વિરોધીઓ પ્રત્યે હિંસા કરીને. આ પદ્ધતિ સમજાવવા માટે ગાંધીજીએ ‘સત્યાગ્રહ’ની શોધ કરી હતી. તેઓ તેના માટે અંગ્રેજી શબ્દ ‘પેસિવ રેઝિસ્ટન્સ’ (નિષ્ક્રિય વિરોધ)ને નાપસંદ કરતા હતા, કેમ કે, સત્યાગ્રહ માટે નિષ્ક્રિયતાની નહીં સક્રિયતાની જરૂર હતી. ગાંધીજી કહેતા હતા તમારે સત્ય માટે દુ:ખ વેઠવા સક્રિય રીતે તૈયાર રહેવું પડશે. અહિંસા વિરોધીને ઈજા પહોંચાડ્યા વગર સત્યને સાબિત કરવાની રીત હતી, પરંતુ તેના માટે પોતે ઈજા ભોગવવી પડી શકે છે.

ગાંધીજીએ આઝાદી આંદોલન માટે આ રસ્તો પસંદ કર્યો અને અસરકારક રહ્યો. દાંડી કૂચ તો માત્ર એક મોડલ હતું. જ્યાં કટ્ટરવાદ અને ઉદાર બંધારણિયતા બંને નિષ્પ્રભાવી રહ્યા, ત્યાં ગાંધીજી આઝાદીનો મુદ્દો લોકો સુધી લઈ ગયા. તેમણે લોકોને એ પદ્ધતિ આપી, જેનો અંગ્રેજો પાસે કોઈ જવાબ ન હતો. હિંસાથી દૂર રહીને ગાંધી આગળ નીકળી ગયા. અહિંસાત્મક રીતે કાયદો તોડીને તેમણે તેના અન્યાયને પણ દેખાડી દીધો હતો. તેમને મારવામાં આવતા દંડાને સ્વીકારીને બંદી બનાવનારાને જ તેમની ક્રૂરતાનો અહેસાસ કરાવ્યો. ભૂખ હડતાળ જેવું કષ્ટ જાતે ભોગવીને તેમણે એ બતાવ્યું કે, તેઓ સાચા કારણ માટે કરવામાં આવતા અસહકાર માટે કેટલી હદ સુધી જવા તૈયાર છે. અંતમાં તેમણે અંગ્રેજોના શાસને જ અસંભવ બનાવી દીધું હતું.

આજે ભારતમાં ગાંધીજી અને દાંડી કૂચમાંથી આપણને શો બોધપાઠ મળે છે? એક બાબત સમજવી પડશે કે, ગાંધીજીનો રસ્તો એ વિરોધીઓ સામે જ કામ કરે છે, જેમને નૈતિક અધિકાર ગુમાવાની ચિંતા હોય છે, એક સરકાર જે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય અભિપ્રાય પ્રત્યે જવાબદાર હોય અને પરાજય બાબતે શરમનો અનુભવ કરતી હોય. ગાંધીજીની અહિંસાત્મક નાગરિક અસહકારની તાકાત એ કહેવામાં છુપાયેલી છે: ‘તમે ખોટા છો એ સાબિત કરવા હું મારી જાતને સજા આપીશ.’ જોકે, તેની એવા લોકો પર કોઈ અસર થતી નથી, જેમને એ વાતની પરવા નથી કે તેઓ ખોટા છે અને પહેલાથી જ પોતાની સાથે અસહમતિના કારણે તમને સજા ફટકારવા માગે છે. તમારા દ્વારા ખુદને સજા આપવાની ઈચ્છા તો તેમના વિજયની સૌથી સરળ રીત હશે. નૈતિક્તા વગર ગાંધીવાદ એવો જ છે, જેવો સર્વહારા વર્ગ વગર માર્ક્સવાદ. તેમ છતાં પણ જે લોકોએ આ પદ્ધતિ અપનાવી છે એ તેમની વ્યક્તિગત ઈમાનદારી અને નૈતિકતા છે.

જોકે, તેનાથી ગાંધીજીની મહાનતા ઘટી નથી. આજે જ્યારે દુનિયા ફાસીવાદ, હિંસા અને યુદ્ધમાં વહેંચાઈ રહી છે, મહાત્માએ આપણને સત્ય, અહિંસા અને શાંતિનો અર્થ શીખવાડ્યો છે. તેમણે સત્તાનો સામનો સિદ્ધાંતોથી કરીને ઉપનિવેશવાદની વિશ્વસનિયતા જ નાબૂદ કરી નાખી હતી. તેમણે એવા વ્યક્તિગત માપદંડો હાંસલ કર્યા હતા, જેની બરબાદી કદાચ જ કોઈ કરી શકે છે. તેઓ એક એવા દુર્લભ નેતા હતા, જેમનો દાયરો સમર્થકો સુધી જ મર્યાદિત ન હતો. તેમના વિચારોની મૌલિકતા અને તેમની જિંદગીના ઉદાહરણ આજે પણ દુનિયાને પ્રેરણા આપે છે.
આજે, પણ આપણે ગાંધીજી પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે.

{ શશિ થરુર ,

સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી

Twitter : @ShashiTharoor
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો