હત્યાનાં ગુનામાં પેરોલ પર છુટી ફરાર શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊના પંથકનાં રાજપરા ગામે આશરે 4 વર્ષ પહેલા થયેલ હત્યાનાં બનાવમાં એક શખ્સ જેલમાં હોય પરંતુ જેલમાંથી સાત દિવસ પેરોલ પર છુટી હાજર થવાને બદલે ફરાર થઇ ગયો હતો. અને પોલીસે બાતમીનાં આધારે વોચ ગોઠવી આ શખ્સને ઝડપી લીધો હતો. અા અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઊનાનાં સૈયદરાજપરા ગામે વર્ષ 2015માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં અનિલ મહેશ કામળીયા નામનો શખ્સની સંડોવણી ખુલતા તે જેલમાં કેદ હોય અને સાત દિવસ પેરોલ પર છુટી આવ્યો હતો. જે સમય પુર્ણ થયાં બાદ પરત ન ફરતાં જેલ વિભાગે ફરિયાદ નોંધાવી હતી. જેથી પેરોલ ફર્લો સ્કવોડ તેમજ એલસીબી, એસઓજીને પણ જાણ કરાઇ હતી. બાદમાં આઇ.વી. બાનવા, ભુરાભાઇ, જે.ડી. ગોહીલ, વિપુલભાઇ મોરી, બાબરીયા સહિતનાં સ્ટાફે બાતમીનાં આધારે આ શખ્સને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...