તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકમાંથી મુક્ત માછીમારો વાઘા બોર્ડરથી થયા રવાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર સહિત રાજ્યભરના ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

355 જેટલા માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કરવાનો નિર્ણય લીધો છે ત્યારે તબક્કાવાર આ માછીમારોને મુક્ત કરાતા પ્રથમ તબક્કામાં 100 માછીમારો પાકિસ્તાનની જેલમાંથી વાઘા બોર્ડરે આવી પહોંચ્યા હતા. મંગળવારના દિવસે વાઘાબોર્ડરથી માછીમારો રવાના થયા હતા અને સાંજે અમૃતસર પહોંચ્યા હતા. ત્યારે આ માછીમારો આજે તા. 10 એપ્રિલના બુધવારના દિવસે સવારના અમૃતસરથી બસ મારફત વેરાવળ આવવા માટે નીકળશે અને આ માછીમારો શુક્રવારના દિવસે વેરાવળ આવી પહોંચશે.

આમ, ભારતીય માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કર્યા હોવાથી આ માછીમારોના પરિવારોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...