તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દગાબાજ એનઆરઆઇ પતિઓ વિઝા કેન્સલ થવાના ડરથી પત્ની સાથે સમાધાન કરી રહ્યા છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘મને માફ કરજે, સમયના અભાવે તારી પાસે આવી શકતો નહોતો. હવે હું તને ફરવા પણ લઇ જઇશ અને મારી સાથે પણ રાખીશ. તું કહીશ તો જ વિદેશમાં નોકરી કરીશ.’ આ વાત હરિયાણાના 10 એનઆરઆઇ યુવકોએ તેમની પત્નીઓને લખેલા પત્રમાં જણાવી છે. તેમનો આ પત્નીપ્રેમ એટલા માટે જાગ્યો છે કે રાજ્યના મહિલાપંચે તેમના પાસપોર્ટ-વિઝા રદ કરવા વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો હતો, જેમાં સમાધાનની માગ કરાઇ છે. મૂળે હિસાર, કરનાલ, રોહતક, પંચકુલા, અંબાલા, ગુડગાંવ, પાનીપત, સોનીપતની 24 પરિણીતાઓએ રાજ્યના મહિલાપંચનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. તેમનો આરોપ હતો કે વિદેશમાં નોકરી કરતા તેમના પતિએ તેમની સાથે મારઝૂડ કરી હતી. કેટલાકે તો બીજાં લગ્ન પણ કરી લીધાં છે. મહિલાપંચે 5 એનઆરઆઇ પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું. બાકીના પતિઓ 10થી વધુ પત્રો પાઠવવા છતાં પંચ સમક્ષ પહોંચ્યા નથી.

...અનુસંધાન પાના નં. 6

કેસ-1| કરનાલની પરિણીતાએ ફરિયાદ કરી હતી કે જર્મનીમાં નોકરી કરતો તેનો પતિ લગ્નના 15 દિવસ બાદ ત્યાં જતો રહ્યો હતો. પછી વાત કરવાનું બંધ કરી દીધું. બાદમાં ખબર પડી કે તે પહેલેથી જ જર્મનીમાં લગ્ન કરી ચૂક્યો છે. તે પછી પત્નીએ પતિ સહિત 3 સાસરિયાં સામે ઉત્પીડનનો કેસ કર્યો.

કેસ-2| રોહતકની પરિણીતાએ જણાવ્યું કે ઓગસ્ટ, 2018માં તેનાં લગ્ન ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતા સિરસાના યુવક સાથે થયાં હતાં. લગ્નના 6 મહિના બાદ યુવકે ઓસ્ટ્રેલિયા પરત ફરી વાત કરવાનું બંધ કરી દીધું.

કેસ-3| ઓસ્ટ્રેલિયાની મહિલા ડૉક્ટરે કૈથલના યુવક સામે માર્ચ, 2014માં પ્રેમલગ્ન કરીને પરેશાન કરવાનો આક્ષેપ કર્યો છે. યુવક ઓસ્ટ્રેલિયામાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાદમાં પત્નીને છોડીને હરિયાણા આવતો રહ્યો.

...અનુસંધાન પાના નં. 6

આ છે દગાની મોડસ ઓપરેન્ડી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો