ચાર વાર હનીટ્રેપને સફળ અંજામ દેનાર શક્તિ પાંચમી વાર ઝડપાઇ ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના વેપારીને હનીટ્રેપની જાળમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ધરપકડ બાદ મુખ્ય આરોપી શકિતના એક દિવસના રીમાન્ડ લેવાયા હતા. જેમાં અગાઉ તે ચાર વાર સફળ હનીટ્રેપ કરી ચૂકયો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જેમાં ભોગ બનનારે કોઇ ફરિયાદ ન કરતા મામલો બહાર આવ્યો ન હતો.

સુરેન્દ્રનગરના સમોસાના વેપારી કનકસિંહ મકવાણાને હનીટ્રેપની જાળમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં મુખ્ય આરોપી શકિત મનોજભાઇ બાજીપરાને ઝડપી પોલીસે કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. રીમાન્ડ દરમિયાન પીએસઆઇ ટી.ડી.બુડાસણા અને દિનેશભાઇ સાવધરીયા સમક્ષ શકિત પોપટની જેમ બોલવા લાગ્યો હતો. કનકસિંહ પાસેથી પડાવેલા રૂપિયા 10 લાખમાંથી શકિત, અલતાફ, મહમદ, વિરમ અને અબ્દુલે રૂપિયા 1.70 લાખ લેખે રૂપિયા 8.50 લાખ લીધા હતા. જયારે બાકીનાને રૂપિયા 20 કે 25 હજાર જ આપ્યા હતા. પોતાના 1.70 માંથી 20 હજાર શકિતએ વાપરી નાંખ્યા હતા. જયારે 1.50 લાખ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. આ ઉપરાંત ભૂતકાળ શકિત લીંબડી, જોરાવરનગર, પાટડી અને અમદાવાદના શખ્સોને હનીટ્રેપની જાળમાં ફસાવી ચૂકયો છે. પરંતુ આ બનાવમાં કોઇ ફરિયાદ ન થતા કંઇ બહાર આવ્યુ ન હતુ.

અન્ય સમાચારો પણ છે...