તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતમાં બ્રિટિશરાજનો સંસ્થાપક : રોબર્ટ કલાઇવ (1725-1774)

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘એક યુવાન પોતાની બેકારીથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, તેને બચાવી કોઈએ કહ્યું: એક જહાજ લંડનથી મદ્રાસ જાય છે તેમાં બેસી જા તને કામધંધો મળી જશે અને યુવાન એને અનુસર્યો. મદ્રાસ આવી જકાત કારકુનના રૂપમાં કારકિર્દી શરૂ કરી એક પછી એક સીડીઓ ચડતો 1751 સુધીમાં તો બ્રિટિશ સેનામાં કેપ્ટન તરીકે નિયુક્ત થયો અને યોગ્યતાના બળ પર બંગાળમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નરના હોદ્દા સુધી પહોંચી ગયો. સાહસ, કૂટનીતિ, કર્મઠતા, પરિશ્રમ તથા રાષ્ટ્રભક્ત એવા આ યુવાન એટલે ભારતમાં અંગ્રેજરાજનો પાયો નાંખનાર રોબર્ટ કલાઇવ, આજે તેનો અને કવિ મનહરલાલ ચોકસી, રાજ્યશાસ્ત્રી કીર્તિદેવ દેસાઈ, પ્રથમ સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રાનો જન્મદિવસ છે. બ્રિટનમાં સ્ટીચે ડ્રાયટનમાં માતા-પિતાના 13 સંતાનો પૈકીનો એક ક્લાઈવ ભારત આવી ‘બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય કદી આથમતો નથી’ની પ્રક્રિયાનો પ્રયોજક બન્યો. ભારતમાં રાજનીતિમાં ‘સામ, દામ, દંડ અને ભેદની વાત થતી હતી. તેનું વ્યવહારુ સ્વરૂપ રોબર્ટ કલાઇવની વહીવટી નીતિમાં છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પ્લાસીનું 1757નું યુદ્ધ. રોબર્ટ કલાઇવ માટે કહેવાય છે કે તેણે આત્મહત્યા કરી હતી તે તારીખ હતી 22 નવેમ્બર 1774 અને રોબર્ટની ઉંમર હતી 49 વર્ષ.

અન્ય સમાચારો પણ છે...