તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફર્સ્ટ વુમન ઑફ ઇન્ડિયન શિપિંગ: સુમતિ મોરારજી (1909-1998)

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉદ્યોગ સાહસિકતા જ્યારે માત્ર પુરુષોનો જ ઇજારો ગણાતો હતો ત્યારે એક મહિલાએ વહાણવટા વ્યવસાયના ક્ષેત્રે કાઠું કાઢ્યું અને આ નવાચારી મહિલાનું નામ સુમતિ મોરારજી. આજે સુમતિ મોરારજી ઉપરાંત રમણભાઈ નીલકંઠ જન્મદિવસ અને નાના ફડણવીસની પુણ્યતિથિ છે. મુંબઈના પ્રસિદ્ધ અને ધનાઢય પરિવારના મથુરદાસ ગોકુલદાસને ત્યાં છ દીકરાઓ વચ્ચે એકમાત્ર દીકરી તરીકે તેમનો જન્મ થયો હતો. મૂળ નામ યમુના હતું. જમાનાની પ્રણાલી મુજબ 13 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન એવા જ શ્રીમંત પરિવારના નરોત્તમ મોરારજી સાથે થયાં. તેમનો વિવાહોત્સવ અઠવાડિયા સુધી સ્થાનિક સમાચારપત્રોમાં ચમકતો રહ્યો હતો. લગ્ન પછી પતિએ તેમનું નામ સુમતિ રાખ્યું હતું. સુમતિનો મતલબ ‘સદબુદ્ધિ’ થાય છે. હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં નિપૂણ સુમતિએ પતિના ખાનદાની ધંધામાં અભિવૃદ્ધિ કરી હતી. 1923માં પતિએ સ્થાપેલી સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં મેનેજિંગ ડિરેકટર તરીકે જોડાયાં હતાં, જ્યારે 1946માં કંપનીની સંપૂર્ણ કમાન સંભાળી લીધી અને રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણથી સ્થપાયેલી આ કંપનીને અંગ્રેજ અમલની તુમાખી વચ્ચે વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવી હતી. આ નવાચારી મહિલા પ્રયોજકનું 27 જૂન 1998ના રોજ હૃદયની બીમારીથી અવસાન થયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો