તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સપ્લોઝિવ ખસેડવા જતા થયો વિસ્ફોટ, SRP જવાને 2 હાથ અને 1 આંખ ગુમાવી પણ હિંમત નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકાના અંબાચ ખાતેના મુળ વતની અને એસઆરપીમાં નોકરી કરતાં જવાન રજામાં વતન ઘરે આવ્યા હતા, નદી પર ફરવા જતાં ખાણ નજીક એક્સપ્લોઝિવ દેખાતાં કોઈ ઇસમ ભોગ ન બને તે ઉમદા હેતુથી એક્સલોસિવ ખસેડવા જતાં અકસ્માતે ધડાકો થયો હતો. જેમાં બે હાથ અને એક આંખ ગુમાવનાર એસ.આર.પી. જવાનને અધિકારીઓએ મદદ ન કરી નોકરી પરથી બરતરફ કરવામાં આવ્યા હતાં, કોઈપણ પ્રકારની સહાય કે સરકારી મદદ ન થતાં નાસીપાસ થનાર જવાને પોતાના સ્વબળે પગભર થયા અને ગામમાં બીજાને પગભર કર્યા છે. સફળ ખેતી કરવા સાથે દુકાન ચલાવે છે. આજે જવાન લોકોનો પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

અંબાચ ગામના મુળ વતની અને એસ.આર.પી.માં ઉકાઇ ગૃપ-10 માં 1991-2002 સુધી નોકરી પર રહેનાર માધુભાઇ રનાભાઇ ચૌધરી રજાના દિવસોમાં અંબાચ ખાતે આવ્યાં હતાં, 2002માં ઘરની પાછળ નદિ કિનારો હોવાથી નદીના પટમાં ફરવા નીકળ્યા હતાં, આ સ્થળ નજીક પત્થર ફોડવાની ખાણ હોવાથી નદી કિનારે એકસપ્લોઝીવ પદાર્થ જોવા મળતાં તેને હટાવવા જતાં અકસ્માતે ધડાકો થયો હતો. બંને હાથો તથા મોઢાના ભાગે ગંભીર રીતે ઘવાયા હતા, આ અકસ્માતમાં તેમના બંને હાથો કાપવા પડ્યાં હતાં. અને એક આંખ ગુમાવી હતી . તેમ છતાં સરકારી રાહે કોઈ મદદ મળી ન હતી.

પરંતુ હિંમત હાર્યા વગર જવાનને શોભે એવું અશકય કામ લાગતું હતું એ જ ખેતીની જમીનને ખેડવાની શરૂઆત કરી હતી, ખેતીમાં પણ નાણાં ન હોવા છંતા ઉધાર કરી ધીરે ધીરે પગભર થયાં હતાં,આજે શેરડીના એક વીઘામાં 40 ટનથી વધુ ઉત્પાદન મેળવે છે, ત્યારબાદ ખેતીની સાથે ઘરમાં જ દુકાનદારી કરી પરિવારનું ભરણપોષણ કરે છે. આ તમામ કાર્યો કરવામાં તેમના ધર્મ પત્ની કલાવતીબેને એક ભારતીય નારીને શોભે તે રીતે પતિના તથા કુટુંબ પર આવી પડેલ દુઃખમાં ખભેખભા મિલાવી સાથ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...