તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

(પૂર્વ સૈનિક વિજયસિંહ જાડેજાનો શબ્દસ: અનુભવ)

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(પૂર્વ સૈનિક વિજયસિંહ જાડેજાનો શબ્દસ: અનુભવ)

1999ના કારગિલ યુધ્ધ વખતે અમારો બેઝ શરીફાબાદ હતો. યુધ્ધની સ્થિતિ થતાં જ સૈનિકોની રજાઓ કેન્સલ કરી દેવાઈ હતી. જે સ્વસ્થ હતા અને નિવૃત્ત થયા હતા તેમને પણ પાછા બોલાવી લેવાયા હતા. સૈનિકોને લેવા વાહનો પહોંચી ગયા હતા અને તેમને રસ્તામાં જ સ્થિતિ સમજાવાઈ હતી કારણ કે, યુધ્ધ માટે તૈયારી થઇ રહી છે તે જાહેર કરવાનું ન હતું.

અમને શરીફાબાદથી શિફ્ટ કરીને દ્રાસ કોરવસિગ્નલ પાસે લઇ જવાયા હતા. અહીંથી પગપાળા આગળ વધવાનું હતું. મારી સાથે બીજા 4 હતા જેમનું કામ કોમ્યુનિકેશન પોઈન્ટનું હતું. ઈન્ફેન્ટ્રી બટાલિયન(સશસ્ત્ર સેના)ની પહેલા અમે ધીરે ધીરે આગળ વધતા નાના ટાવર નાખતા અને ત્યાંથી કોમ્યુનિકેશન સીધુ સેનાના હેડક્વાર્ટર સુધી કરતા. અમારી જવાબદારી મોટી હતી કારણ કે, કોમ્યુનિકેશન વગર લડાઈ અશક્ય હતી. કડકડતી ઠંડીમાં 4 દિવસમાં સતત ચાલીને 36 કિલોમીટર અંતર કાપ્યું. દરેક સૈનિક 25થી 30 કિલો વજન ઊંચકીને ચઢાઇ કરતો હતો. જંગમાં આપણી સૌથી મોટી તાકાત બોફોર્સ તોપ હતી જેને ઉપર ચઢાવા માટે સેનાની ખચ્ચર બટાલિયન ઉપયોગમાં લેવાઈ હતી. નિમ્બુ સુધી ચઢ્યા બાદ દુશ્મન સેના સામે હતી. બંને તરફથી અાગ ઝરી રહી હતી. મારા સૈનિકો પર બોમ્બ પડ્યા અને ગોળીઓ છૂટી મારા સાથી સૈનિકોના શરીરના કટકા પડ્યા હતા જે અમે ભેગા કરીને તેમના વતન મોકલ્યા હતા. કઠોર દિલ હોય તો જ આવું કરી શકાય. યુધ્ધમાં ભારતે શું ગુમાવ્યું તે તો નજરે નિહાળનારાઓને જ ખબર છે. 8 દિવસ સંઘર્ષ ચાલ્યો. આ દિવસોમાં સૈનિકોને માત્ર એક જ વિચાર હતો આગળ વધો. સરહદ પર સૈનિકોનું મગજ સ્વચ્છ થઇ જાય છે તેને દેશસેવા સિવાય કશું સૂઝતું નથી ઘર પણ યાદ આવતું નથી. મજબૂત મનોબળ અને કઠોર હૃદય હોય તે જ સરહદ પર ટકી શકે છે.

8 દિવસ સુધી સક્કરપારા અને બરફ પર જીવ્યા

યુધ્ધ ચાલી રહ્યું હોય ત્યારે પકવાનો ક્યાંથી બને, સતત દિવસ-રાત ફાયરિંગ થતા હતા. જમવામાં સક્કરપારા હતા જે થોડા થોડા અંતરે ખાઇ લેતા. પીવા માટે પાણી ન હતું. બરફ મોઢામાં રાખીને તરફ છીપાવી લેતા હતા.

5 કલાકમાં 50000 રાઉન્ડ, આતંકવાદીના કમાન્ડરને ઠાર કર્યો

વિજયસિંહ જણાવે છે કે, તેમના સહિત બે સૈનિકોની ચોકી પુલવામાથી 12 કિ.મી. દૂર પંચગાવ હતી. તેમના સાથી સૈનિકને 102 ડિગ્રી તાવ હતો જેથી ઊભા પણ થઇ શકતા ન હતા. રાત્રે 8 વાગ્યે આતંકવાદીઓએ પોસ્ટ ઘેરી લીધી. વાયરલેસ પર સંપર્ક કરતા આપણી સેના દૂર હતી એટલે એકલા હાથે પોસ્ટની રક્ષા કરવાની હતી. બીમાર સૈનિકે એમએમજીના બુલેટના બોક્સ ઉપાડ્યા મેં ફાયરિંગ શરૂ કર્યું અને તે રિફીલ કરતા ગયા. સતત 5 કલાક ગોળીબારી કરી 50,000 રાઉન્ડ ફાયર કર્યા અને સાત આતંકી ઠાર કર્યા. બીજા દિવસે હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર સિકંદર બખ્તે અમારા વાહન પર ચોથા માળેથી ફાયરિંગ કર્યું. તે ટાંકામાં છુપાયેલો હતો એમએમજીના ફાયરિંગથી ટાંકામાંથી પાણીની સાથે સિકંદરનું લોહી પણ વહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો