તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરેકનો એડ્રિનલિન હોર્મોન અલગ હોય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટ મેચ જોવાથી તમને આગલા દિવસની જરૂરિયાતનું એડ્રિનલિન હોર્મોન (શરીરમાં ઉત્સાહ જગાવનાર કેમિકલ) આપે છે, બુધવારની રાત તમારા માટે યાદગાર બની હશે,જ્યારે રાત્રિના 12 વાગ્યા IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ - કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે રમાયેલી મેચમાં મુંબઇના કપ્તાન કીરોન પોલાર્ડે અસંભવને સંભવ બનાવી ટીમને વિજય અપાવ્યો. યાદ રહે કે ત્રિનિદાદના ખેલાડી પોલાર્ડની રન વર્ષા પર તમે ખુશીથી બૂમ પાડી રહ્યા હશો, ત્યારે બનવા જોગ છે કે તમારી અા પ્રકારની બૂમોથી પરિવારજનોની ઊંઘ ખરાબ થઇ હોય. જો કે તમારા માટે એ બાબત તમારી જરૂરિયાતનું એડ્રિનલિન પુરુ પાડી રહી હોય.સાંભળવામાં વિચિત્ર લાગે પણ સાચુ છે. જે લોકોએ આ પ્રકારનો અનુભવ નથી કર્યો તેમના માટે આ બે વાર્તા માહિતગાર બની રહેશે.વાર્તા 1: આ એક પ્રચલિત પ્રાચીન ઉપચાર પધ્ધતિ છે, બાળપણમાં કોઇ ટ્રોમા સહન કરી ચુકેલા લોકો માટે તે કામયાબ પુરવાર થઇ છે. પણ આ કેવી રીતે કામ કરે છે? તમારે આંખો બંધ કરીને સાઉન્ડ હીલિંગ સ્ટૂડિયોમાં સૂઇ જવાનું હોય છે અથવા ખુરશી પર બેસવાનું હોય છે. ઉપચાર લેનાર વ્યક્તિની આસપાસ વિશેષ પ્રકારના તિબેટિયન વાટકા (સિંગિંગ બાઉલ) મુકી દેવાય છે. જ્યારે પ્રોફેશનલ હીલર વાટકા પર ટકોરા મારે છે તો તેમાંથી નીકળનાર ધ્વનિ અને કંપન ઉપચાર લઇ રહેલ વ્યક્તિના શરીરમાં પસાર થાય છે અને નિષ્ક્રિય કોશિકાઓને સક્રિય કરે છે. જે આંખો જૂએ છે તે સ્ટૂડિયોમાં ભરી દે છે અને મસ્તિષ્ક તરંગોને શિથિળ કરી દે છે,આમ દર્દી અધિક સક્રિય અવસ્થાથી સપનાઓની શિથિલ અવસ્થામાં સરી પડે છે.

વાર્તા 2: રજાના દિવસોમાં કેટલાક એવા લોકો પણ હોય છે જે એક મોટો ઉદ્દેશ લઇને જતા હોય છે. મારા એક ડોક્ટર મિત્ર મત આપ્યા બાદ ઉત્તર-પૂર્વના પહાડી વિસ્તારમાં ફરવા જશે જ્યાં ચિકિત્સા સુવિધા દુર્લભ છે.ત્યાં તે લોકોની સમસ્યાઓ અંગે જાણશે. તેમનો પરિવાર ત્યાં વસતા લોકોના ઘરોમાં જ રહેશે. રસોઇ કળા શીખશે અને સંસ્કૃતિ સમઝીને તેમની જીવનશૈલી વિષે જાણશે .આસપાસમાં દર્શન કરવા જેવા સ્થળો પર પણ જશે. બીજા માટે કંઇક કરવાની ભાવનાથી તેમને તેમની જરૂરિયાત મુજબનું એડ્રિનેલિન મળશે.

ફંડાએ છે કે પોતાની પસંદથી કરવામાં આવેલ કોઇ પણ કાર્યથી જે તે વ્યક્તિ પોતાની એડ્રિનલિન મેળવી શકે છે. બસ આપણે તેની કદર કરતાં શીખવું જોઇએ.

ક્રિ
મેનેજમેન્ટ ફંડા
અન્ય સમાચારો પણ છે...