Div News ed seized a plot worth rs 400 crore from mayawati39s brother 091009
EDએ માયાવતીના ભાઈનો 400 કરોડનો પ્લોટ જપ્ત કર્યો
DivyaBhaskar News Network
Jul 19, 2019, 09:10 AM IST
આવકવેરા વિભાગે ગુરુવારે બેનામી સંપત્તિઓ પર કાર્યવાહી કરીને નોઈડામાં 7 એકરનો એક પ્લોટ જપ્ત કરી લીધો છે. તેની કિંમત રૂ. 400 કરોડ જણાવવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે, પ્લોટનો માલિકી હક બસપા પ્રમુખ માયાવતીના ભાઈ આનંદ કુમાર અને તેમની પત્ની વિચિત્ર લતા પાસે છે. માયાવતીએ થોડા દિવસ પહેલાં જ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આનંદ કુમારની નિમણૂક કરી હતી.
અધિકારીએ જણાવ્યું કે, 16 જુલાઈએ દિલ્હીના બેનામી પ્રોહિબિશન યુનિટ દ્વારા આ પ્લોટ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.