અગાઉ ફરિયાદનું મનદુ: ખ રાખી યુવક પર હુમલો, રાવ

Div News - earlier the attack on youth rao before the complaint was lodged 091012

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST
સાવરકુંડલા તાબાના લીખાળા ગામે રહેતા એક યુવકને બે શખ્સોએ અગાઉના મનદુખમા ફાયબરના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના સાવરકુંડલાના લીખાળા ગામે બની હતી. અહી રહેતા વાસુરભાઇ જલાભાઇ વાઘેલાના દિકરાની વહુ અને ગોરધનભાઇના દિકરાની વહુ વચ્ચે ઝઘડો થયો હતો. અને અગાઉ ફરિયાદ નોંધાવી હતી. જેનુ મનદુખ રાખી ઘરની દિવાલ ટપીને ઘરમા આવી ગોરધનભાઇ જલાભાઇએ ફાયબરના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત તેના પત્નીને પણ મારમારી ઇજા પહોંચાડી હતી. આ બારામા તેણે ગોરધન વાઘેલા અને રાજુ વાઘેલા સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે એએસઆઇ ડી.ડી.ગોંડલીયા તપાસ ચલાવી રહ્યાં છે.

X
Div News - earlier the attack on youth rao before the complaint was lodged 091012
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી