Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેખાવોને કારણે ફક્ત અડધા કિમીનો રસ્તો બંધ પણ રોજ 4 લાખ લોકો હેરાન
નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં સ્થાનિકોના દેખાવોને સોમવારે એક મહિનો થઈ ગયો. દેખાવોમાં મહિલાઓ અને બાળકો જોડાયાં છે. દેખાવોનું નેતૃત્વ કોઈ મોટો નેતા નથી કરી રહ્યો. દેખાવ કરી રહેલા લોકો કહે છે કે તે બધા જ નેતા છે અને સીએએ વિરુદ્ધ એકજૂથ છે. દેખાવોને લીધે શાહીનબાગ-કાલિન્દી કુંજ રોડ બંધ છે. તે ફક્ત અડધા કિમીનો છે. તે નોઈડાના માધ્યમથી ફરિદાબાદને દક્ષિણ દિલ્હી સાથે જોડે છે. આશરે ચાર લાખ લોકો તેનો દરરોજ ઉપયોગ કરે છે. ચક્કાજામને લીધે 10 મિનિટનું અંતર કાપવામાં હવે દોઢ કલાકનો સમય લાગી રહ્યો છે.
શાહીનબાગ
દિલ્હીના શાહીનબાગમાં દેખાવકારો રાત્રે પણ માર્ગો પર અડગ રહે છે.
જામિયા હિંસા
29 દિવસ પછી કુલપતિએ કહ્યું - FIR નહીં નોંધો તો હાઈકોર્ટ જઇશું
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સોમવારે કુલપતિ નજમા અખ્તરની ઓફિસ ઘેરી લીધી. વિદ્યાર્થી સવારથી કેમ્પસમાં દેખાવો કરી રહ્યા હતા. તેમની માગ હતી કે કેમ્પસમાં પોલીસ લાઠીચાર્જ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવે. કુલપતિએ કહ્યું કે પોલીસ મંજૂરી વિના કેમ્પસમાં દાખલ થઈ. વિદ્યાર્થીઓને માર્યા. અમારી એફઆઈઆર પણ ન નોંધી. અમે સરકારને ફરિયાદ કરી છે. જરૂર પડશે તો હાઈકોર્ટ જઈશું.
હાઈકોર્ટ : રોડ ખોલાવવા માટેની અરજી પર આજે સુનાવણી કરાશે
શાહીનબાગ-કાલિન્દી કુંજ રોડ ખોલાવવા દાખલ અરજી પર સુનાવણી માટે દિલ્હી હાઈકોર્ટ સોમવારે મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું કે તે આ મામલે મંગળવારે સુનાવણી કરશે. અરજી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ સી. હરિશંકરની બેન્ચ સામે આવી હતી. એડવોકેટ અને સામાજિક કાર્યકર અમિત સાહનીએ આ અરજી દાખલ કરી છે.
જેએનયુ : પોલીસે વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ આઈશીની પૂછપરછ કરી
નવી દિલ્હી | દિલ્હી પોલીસે સોમવારે જેઅેનયુ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ, પંકજ અને વાસ્કર વીજની 5 જાન્યુઆરીએ કેમ્પસમાં થયેલી હિંસા મામલે પૂછપરછ કરી હતી. બધાંનાં નિવેદન લેવાયાં હતાં. જ્યારે એબીવીપીના રાષ્ટ્રીય મહાસચિવ નિધિ ત્રિપાઠીએ કહ્યું કે એ કહેવું ખોટું છે કે જેએનયુમાં વિદ્યાર્થી દેખાવો ફક્ત ફી વધારા વિરુદ્ધ કરાયેલ વિદ્યાર્થી આંદોલન હતું. ખરેખર આ જેએનયુ પર નક્સલી હુમલો હતો. તેની ભૂમિકા ગત વર્ષે 20 ઓક્ટોબરે લખાઈ હતી જે 5 જાન્યુઆરીએ સામે આવી હતી.