તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભણવામાં નબળા હોવાના કારણે સ્કૂલ છોડવી પડી, આજે 400થી વધુ કંપનીઓના માલિક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઈન્સ્પિરેશન ફ્રોમ ગ્રેટ પર્સનાલિટીઝ

તેમના જીવનમાંથી આ શીખ મળી

નાની ઉંમરમાં જ મોટું વિચારવાનું શરૂ કરો.

જોખમ લેવાથી ક્યારેય ગભરાશો નહીં.

નિષ્ફળતાનો પણ જશ્ન મનાવો.

લોકોની મદદ કરવામાં ક્યારેય પીછેહટ
ન કરો.

1950ની 18 જુલાઇએ સર રિચર્ડ ચાર્લ્સ નિકોલસ બેનસન ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં જન્મ્યા હતા. તેમના પિતા વકીલ હતા અને માતા એર હોસ્ટેસ તેમ જ આંત્રપ્રેન્યોર હતા. રિચર્ડની માતા ઇચ્છતી હતી કે રિચર્ડ જીવનમાં કોઇ પણ પ્રકારના પડકાર માટે તૈયાર રહે. તેથી તે રિચર્ડને બાળપણથી જ વિવિધ પ્રકારના પડકારો આપતી હતી. રિચર્ડ 7 વર્ષના હતા ત્યારે તેમની માતાએ તેમને તેમના દાદાના ઘેર કોઇ સામાન મોકલવાનું કામ સોંપ્યું હતું. દાદાનું ઘર તેમના ઘરથી લગભગ 50 માઇલ દૂર હતું. તેમની માતાએ તેમને થોડી સેન્ડવિચ પેક કરીને આપી દીધી અને પીવાના પાણીની વ્યવસ્થા જાતે જ કરી લેવા કહી દીધું હતું. દાદાના ઘરે સામાન પહોંચાડીને તેઓ બીજા દિવસે એક ચેમ્પિયનની માફક ઘરે પાછા ફર્યા હતા.

ડિસ્લેક્સિયા હોવાના કારણે રિચર્ડ બરાબર ભણી શકતા નહોતા. તેઓ હંમેશા ક્લાસના અન્ય બાળકોથી પાછળ રહી જતા. આ જ કારણથી તેમણે 16 વર્ષની ઉંમરે નાછૂટકે સ્કૂલ છોડવી પડી હતી. સ્કૂલના છેલ્લા દિવસે હેડમાસ્ટરે રિચર્ડને કહ્યું હતું કે તું મોટો થઇને કરોડપતિ બનીશ. 16 વર્ષની ઉંમરે એક વ્યવસાયમાં નિષ્ફળ ગયા બાદ તેમણે ‘સ્ટુડન્ટ’ નામથી એક મેગેઝિન લૉન્ચ કર્યું, જે તેમનું પહેલું સફળ કામ હતું. આ મેગેઝિન એટલું પ્રસિદ્ધ થયું હતું કે તે શરૂ કર્યાના માત્ર 3 જ વર્ષમાં તેમણે 45 લાખ રૂ. કમાઇ લીધા હતા. મેગેઝિનના વ્યવસાયમાં સફળતા મેળવીને તેઓ રેકોર્ડિંગ તરફ આગળ વધવા લાગ્યા. તેમણે સફળ થવા અાપ્રમાણિકતાનો રસ્તો પણ અપનાવ્યો, જેના કારણે તેમણે થોડા દિવસ માટે જેલમાં પણ જવું પડ્યું. જોકે, થોડાં વર્ષોમાં તેમને મોટી નિષ્ફળતા મળી. તે પછી તેમણે નક્કી કર્યું કે તેઓ જીવનમાં ફરી ક્યારેય બેઇમાની નહીં કરે. હવે તેઓ રેકોર્ડિંગના બિઝનેસને પૂરી પ્રામાણિકતા સાથે આગળ વધારવા પ્રયાસ કરવા લાગ્યા. જે બેન્ડ્સને એકેય કંપની સાઇન નહોતી કરતી તેમને તેઓ પોતાની રેકોર્ડિંગ કંપનીમાં તક આપવા લાગ્યા. આ બેન્ડ્સના આલબમ ઇંગ્લેન્ડમાં ખૂબ મશહૂર થવા લાગ્યા અને 1979માં 29 વર્ષની ઉંમરે સર રિચર્ડ બ્રેનસન કરોડો રૂપિયા કમાઇ ચૂક્યા હતા.

એક આમ આદમીથી સર રિચર્ડના વિચારો કઇ રીતે અલગ છે તે તેમના જીવનમાં બનેલી એક ઘટનાથી માલૂમ પડે છે. એક દિવસ પ્યૂર્ટો રિકો આઇલેન્ડ પર રિચર્ડને ડેટ પર જવાનું હતું. જ્યારે તેમને ખબર પડી કે તે દિવસની તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવાઇ છે તો ત્યાંથી ઘેર પાછા ફરવાના બદલે તેમણે એક પ્રાઇવેટ પ્લેન હાયર કરવાનું વિચાર્યું. તે વખતે તેમની પાસે પૈસા ઓછા હતા તો તેમણે પ્રાઇવેટ પ્લેનનું ભાડું જાણ્યા પછી ત્યાં જેટલા લોકો પ્યૂર્ટો રિકો જનારા હતા તેમને પ્લેનની બધી જ સીટો વેચીને તેઓ પ્યૂર્ટો રિકો પહોંચી ગયા. ત્યાંથી જ વર્જિન એરલાઇન્સની શરૂઆત થઇ.1992માં એરલાઇન્સનો આ વ્યવસાય જારી રાખવા તેમણે તેમનો મનપસંદ રેકોર્ડિંગનો બિઝનેસ વેચવો પડ્યો હતો. કોન્ટ્રાક્ટ પેપર પર સાઇન કરતી વખતે તેમની આંખોમાં આંસું હતા પણ બિઝનેસમાં લાગણીઓને કોઇ સ્થાન નથી હોતું. જે જરૂરી હોય એ તો કરવું જ પડે. ચાર જ વર્ષમાં રિચર્ડે વી2 રેકોર્ડ્સ નામથી એક નવી કંપની શરૂ કરી દીધી હતી. ધીમે-ધીમે તેમણે ટેલિકમ્યુનિકેશન, ટ્રાવેલ-ટુરિઝમ જેવા ઘણા બિઝનેસ શરૂ કર્યા. તેઓ એક બિઝનેસ શરૂ કરતા તેને સફળ બનાવી બીજો બિઝનેસ શરૂ કરતા. આ રીતે આજે 69 વર્ષની ઉંમરે તેઓ 400થી વધુ કંપનીઓના માલિક બની ચૂક્યા છે. તેમાં સૌથી ખાસ છે તેમની સ્પેસ ટુરિઝમ કંપની વર્જિન ગેલેક્ટિક. આ કંપની લોકોને સ્પેસમાં ફેરવવાના હેતુથી કામ કરી રહી છે. તેઓ બે પ્રાઇવેટ આઇલેન્ડના પણ માલિક છે. તેમાંથી એકમાં તેઓ રહે છે. તેમને પ્રકૃતિના સાંનિધ્યમાં રહેવું ગમે છે. આંત્રપ્રેન્યોરશિપમાં તેમના યોગદાન બદલ તેમને બ્રિટનનાં રાણી એલિઝાબેથ (દ્વિતીય) તરફથી ‘નાઇટ’નો ખિતાબ મળ્યો હોવાથી તેઓ સર રિચર્ડ બ્રેનસન બની ગયા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો