તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દક્ષિણ પૂણેમાં જોરદાર વરસાદને લીધે કાત્રજ તળાવ ઊભરાઈને આંબિલ તળાવમાંથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ પૂણેમાં જોરદાર વરસાદને લીધે કાત્રજ તળાવ ઊભરાઈને આંબિલ તળાવમાંથી પાણીનો ધોધ આવ્યો હતો. તળાવની બાજુમાં લેક ટાઉન સોસાયટીની દીવાલ તૂટી પડવાથી ઈમારતમાં પાણી ઘૂસી ગયું હતું. બે મહિલાઓ તણાઈ ગઈ હતી, પરંતુ તેમને બચાવી લેવાઈ હતી. પદ્માવતી ખાતે વિવેકાનંદ પૂતળા નજીક આંબિલ તળાવની સુરક્ષા દીવાલ તૂટી પડવાથી પાડોશી સોસાયટીઓમાં પાણીનો ધોધ આવ્યો હતો. ગુરુરાજ સોસાયટીમાં બીજા માળસુધી પાણી ચઢવાથી ગભરાટ ફેલાયો હતો. તાવરે કોલોની, બાગુલ ઉદ્યાન, લક્ષ્મીનગરમાં પણ તળાવ કિનારે પાણી વધી ગયું હતંુ. દાંડેકર પુલ વિસ્તારમાં પણ કાંઠા પરની વસતિઓમાં પાણી ઘૂસી ગયાં હતાં, જેને લીધે પોલીસ અને અગ્નિશમન દળે નાગરિકોને ભારે જહેમતથી બહાર કાઢ્યા હતા. ગુરુવારે વરસાદે પોરો ખાધો, પરંતુ ધોધમાર વરસીને ભારે ખુવારી સર્જી ગયો છે. અનેકના માથેથી ઘરની છત છિનવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...