ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે ગરમીના તાપમાનમાં વધારો થતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે ગરમીના તાપમાનમાં વધારો થતો રહે છે. જેને કારણે પર્યાવરણ તેનું સંતુલન ગુમાવી રહ્યું છે. આકરી ગરમી, કમોસમી વરસાદ, ઋતુમાં અનિયમિત પરિવર્તન આવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે. ઉદ્યોગો, વાહનવ્યવહાર અને માનવનિર્મિત પ્રદૂષણને કારણે પર્યાવરણની યોગ્ય જાળવણી થતી ન હોવાનું સ્પષ્ટ સાબિત થયું છે. રાજકોટમાં પણ પર્યાવરણના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી આકરી ગરમી લોકો સહન કરી રહ્યાં છે ત્યારે શહેરમાં પડી રહેલી આકરી ગરમી સામે નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા અને તેમની ટીમે પર્યાવરણનું બીડું ઝડપી નાનામવા વિસ્તારના જીવરાજપાર્ક આસપાસની કોર્પોરેશનની જુદી જુદી 4 જમીનોમાં અસંખ્ય વક્ષો ઉગાડી ઓક્સિજન પાર્ક શરૂ કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે.

ભરતભાઇએ કહ્યું કે, જીવરાજપાર્ક વિસ્તારનો દિવસેને દિવસે વિકાસ થઇ રહ્યો છે, પરંતુ ઘર દીઠ બે વૃક્ષ હોવા જોઇએ તે નથી. જેથી આ વિસ્તારની સરકારી જમીનોમાં વૃક્ષો ઉગાડવાનું અભિયાન શરૂ કર્યું. એક જ વિસ્તારમાં નજીક નજીક 3000 હજારથી વધુ ઝાડ હોય તે વિસ્તારની ગરમીમાં 7 ડિગ્રી જેટલી ગરમીનો ઘટાડો થતો હોવાથી જાપાની સિસ્ટમ મુજબ 4 હજાર ચોરસ મીટર સરકારી જમીનમાં 95 જાતના વિવિધ ઝાડ ઉગાડવા તેઓએ તેમની ટીમ સાથે કાર્ય શરૂ કર્યું. આ અભિયાનમાં વિદ્યાર્થીઓએ પણ યોગદાન આપ્યું. ઓક્સિજન પાર્કમાં હરડે, બેહડા, આંબળા, રૂખડો, ચંપાની સાત જાત, ચાર જાતના વડલા, જંગલી બદામ, ગ્લેરેસેડિયા, પીપળો, દેશી બાવળ, ખેર, ગૂગળ, સાગ, સીસમ જેવા અનેક વૃક્ષો વાવ્યાં છે. આજ વિસ્તારમાં અન્ય પણ સરકારી જમીનોમાં વૃક્ષો ઉગાડી તેની માવજત કરી રહ્યાં છે.

હાલ પાણી ઓછું હોવાને કારણે ત્રણ-ચાર દિવસે એક વખત લોકોના સહયોગથી બે પાણીના ટેન્કર દ્વારા વૃક્ષોને પાણી આપવામાં આવે છે. વૃક્ષોમાં જાતે તૈયાર કરી દેશી ખાતર નાખવામાં આવે છે. આગામી ચોમાસાની સિઝન સુધીમાં તમામ વૃક્ષો 5 થી 10 ફૂટ મોટા થઇ જશે. વાતચીતના અંતમાં તેમણે કહ્યું કે, સામાન્ય બગીચાઓમાં વૃક્ષોની સંખ્યા ઓછી હોવાને કારણે એટલું ઓક્સિજન પેદા કરી શકતું નથી. જે બાબતને અમે ધ્યાને રાખી નજીક નજીકમાં અસંખ્ય વિવિધ વૃક્ષો ઉગાડતા આગામી વર્ષોમાં આ વિસ્તારમાં ગરમીનું તાપમાન 7 ડિગ્રી જેટલું ઓછું થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...