તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div News Do You Bring Anything To Ayodhya Every Time Will You Listen Till My Retirement Don39t Give A Single Day After October 18 Chief Justice Gogoi 063125

અયોધ્યા પર દરેક વખતે કંઈ લઈને આવી જાવ છો, શું મારી નિવૃત્તિ સુધી સુનાવણી કરશો ? 18 ઓક્ટોબર પછી એક દિવસ પણ નહીં આપીએ : ચીફ જસ્ટિસ ગોગોઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | સુપ્રીમકોર્ટે ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે અયોધ્યા વિવાદની સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂર્ણ કરવી પડશે. ત્યાર પછી પક્ષકારોને દલીલ માટે એક દિવસ પણ નહીં અપાય. ગુરુવારે 32મા દિવસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ નિવૃત્તિ પહેલાં ચુકાદો આપવા માટે સમયના અભાવ અંગે બે વખત ચિંતા વ્યક્ત કરી. ચીફ જસ્ટિસે સવારે તમામ પક્ષકારોને 18 ઓક્ટોબર સુધી દલીલો પૂરી કરવાની ડેડલાઇન યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે સુનાવણી સમયસર પૂરી નહીં થાય તો ચુકાદો આપવામાં મુશ્કેલી થઇ શકે છે. જો અમે ચાર સપ્તાહમાં ચુકાદો લખીને સંભળાવી દીધો તો તે ચમત્કાર થશે. અમારી પાસે માત્ર સાડા 10 દિવસ બચ્યા છે. જ્યારે બપોરે એક વકીલે નિર્મોહી અખાડાના આંતરિક

વિવાદના મુદ્દે સુનાવણી કરવાની માગ કરતા ચીફ જસ્ટિસ નારાજ થઇ ગયા હતા અને કહ્યું કે 32 દિવસથી સુનાવણી ચાલી રહી છે.

32મો દિવસ

ચીફ જસ્ટિસ ગોગોઈએ ચુકાદો આપવા માટે સમયના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી, વકીલ પર ગુસ્સે થયા
સુપ્રીમ કોર્ટ લાઇવ | મુસ્લિમ પક્ષે એઅેસઆઇના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા પછીથી કોર્ટની માફી માગી
આ મામલે બંધારણીય બેન્ચ સમક્ષ સવારે 10.40 કલાકે 32મા દિવસની સુનાવણી શરૂ થઇ. મુસ્લિમ પક્ષ વતી રાજીવ ધવન અને મીનાક્ષી અરોરાએ દલીલો કરી : વાંચો લાઇવ કાર્યવાહી...

ધવન : બુધવારે એએસઆઇના રિપોર્ટ પર ચર્ચા થઇ હતી. દરેક પાને હસ્તાક્ષરની અપેક્ષા કરી શકતા નથી. રિપોર્ટની ઓથરશિપ અને સારાંશ પર સવાલ કરવાની જરૂર નથી. જો અમે બેન્ચનો સમય બગડ્યો હોય તો અમે માફી માગીએ છીએ.

મીનાક્ષી અરોરા: રિપોર્ટમાં જે માળખાનો ઉલ્લેખ છે તે 12મી સદીમાં બન્યો હતો. તેનો ગુપ્ત સમયકાળ સાથે કોઇ મતલબ નથી. ત્યાં ઇદગાહ પણ હોઇ શકે છે.

જસ્ટિસ ભૂષણ: બાબરી મસ્જિદ સપાટ મેદાન પર બની હતી. વિવાદિત જમીન પર ઇસ્લામિક માળખું હતું. રિપોર્ટથી આ કેવી રીતે સાબિત થાય છે?

મીનાક્ષી: એએસઆઇના રિપોર્ટમાં દીવાલ નંબર 2,3 અને 4 પર કેટલાક સ્તંભ મળવાની વાત કરાઇ છે. આ સ્તંભ અલગ-અલગ સમયકાળના છે. એઅેસઆઇ કેવી રીતે કહી શકે કે ત્યાં મોટું માળખું રહ્યું હશે. રિપોર્ટમાં ફ્લોર અંગે પણ અનિયમિતતાઓ છે. તમામ સ્તંભ વિવિધ ઊંચાઇના હતા. ભગવાન રામના મંદિરમાં અલગ-અલગ ઊંચાઇના સ્તંભોની શું જરૂર હશે?

જસ્ટિસ બોબડે: કેટલાક પ્રતીક ચિહનો હિન્દુ-મુસ્લિમ ઉપયોગ કરે છે. બૌદ્ધમાં પણ દેખાય છે.

મીનાક્ષી: કમળનાં ચિત્ર હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ તમામ વાપરે છે. તેનો ઉપયોગ મુસ્લિમ અને ઇસ્લામિક આર્કિટેક્ટમાં થતો રહ્યો છે.

તેના પર જસ્ટિસ બોબડેએ સાથે બેઠેલા જસ્ટિસ નઝીરને પૂછ્યું કે શું મસ્જિદોમાં પણ કમળનાં નિશાન હોય છે. જસ્ટિસ નઝીરે કહ્યું કે મારી માહિતીમાં એવું નથી.

મીનાક્ષી: ખોદકામ દરમિયાન અેઅેસઆઇને જે હાડકાં મળ્યાં છે તેના પર કાપવાનાં નિશાન છે. તેના બે અર્થ થાય છે, એ જગ્યાએ લોકો માંસ ખાતા હતા અથવા બલિ ચઢાવાતી હતી. હિન્દુ પક્ષનો દાવો છે કે અહીં વૈષ્ણવ મંદિર હતું. એવું કેમ હોઈ શકે છે? બલિ તો શક્તિપીઠમાં ચઢાવાય છે. એએસઆઇએ હાડકાંની કાર્બન ડેટિંગ નથી કરાવી.

કહ્યું- સુનાવણીના સાડા દસ દિવસ બચ્યા છે, 4 સપ્તાહમાં ચુકાદો આપવો ચમત્કાર હશે
5થી13 ઓક્ટોબર સુધી કોર્ટમાં રજા રહેશે
કોર્ટમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતીની રજા છે. જ્યારે 5થી 13 ઓક્ટોબર સુધી દશેરાની રજા રહેશે. 14-15 ઓક્ટોબરે હિન્દુ પક્ષની દલીલ ચાલુ રહેશે. ત્યારપછી સુનાવણીના ત્રણ દિવસ બચશે તેમાંથી બે દિવસ મુસ્લિમ પક્ષ અને એક દિવસ હિન્દુ પક્ષને મળશે. 18 ઓક્ટોબરે સુપ્રીમ ચુકાદો અનામત રાખી શકે છે.

સુનાવણી શુક્રવારે ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...