તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાક્ષીઓને ફોડી, ધમકાવ્યા છતાં સજા ઓછી લાગે છે ?: હાઇકોર્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિત જેઠવા હત્યા કેસમાં સજા ભોગવતા દિનુ બોઘા સોલંકીએ સજાને માફ કરવા હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જેની સામે કોર્ટે વેધક સવાલો કર્યા કરતા કહ્યું હતું કે, સાક્ષીઓને ફોડીને ધમકાવવામાં આવ્યા હોવા છતાં તમને આજીવન કેદની સજા ઓછી લાગે છે ? કોર્ટે વૈધક સવાલ કર્યો હતો કે, ફરિયાદીપક્ષને વરંવાર ધમકાવવામાં આવ્યા છે. દસ્તાવેજી પુરાવા પણ બદલાયા છે છતા આ સજા તમને ખોટી લાગે છે ?

આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘાએ આજીવન કેદની સજા માફ કરવા કરેલી અરજીમાં કોર્ટે સવાલો કરતાં કહ્યું હતું કે, આ કેસમાં બે વખત 90 કરતા વધુ સાક્ષીઓને ફોડવામાં આવ્યા છે. ચાલુ જુબાનીએ સાક્ષીના દીકરાને ગુમ કરી દેવામાં આવ્યો છે. ફરિયાદીપક્ષને ધમકી આપવામાં કેમ આવી છે. કેસના તમામ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ તમે ગુનો કર્યો છે તે સાબિત કરે છે છતા તમને લાગે છે કે સજા ખોટી રીતે થઇ છે? સજા માફ કરવા કરેલી અપીલ પર સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. સીબીઆઇ કોર્ટે દિનુ બોઘા સહિત 7 આરોપીને આજીવન કેદની સજા અને આકરો દંડ ફટકાર્યો છે. દીનુ બોઘાને મુખ્ય કાવતરાખોર ગણાવ્યો હતો.

ચુકાદા વખતે પણ સાક્ષીઓને ધમકાવાયા હતા
ગીરના જંગલની આસપાસમાં ગેરકાયદેસર માઇનિંગના ધંધોનો પર્દાફાશ કરનાર અમિત જેઠવાની દિનુ બોઘાએ હત્યા કરી હતી. આ કેસમાં હત્યા નજરે જોનાર ચોકીદાર અને દીનુ બોઘાના વિશ્વાસુની જુબાની સજા માટે મહત્વની રહી હતી. ચુકાદોના દિવસે પણ સાક્ષીને ધમકી આપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...