દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે નવો ખેલ, 100 રનની કૂપન ચોંટાડો, કરોડોનાં ઈનામ જીતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટની મોસમ ચરમસીમાએ પહોંચી છે. આ મોસમમાં દિવ્ય ભાસ્કર વાચકો માટે લાવ્યું છે નવો ખેલ - ‘100 રન બનાવો અને કરોડોનાં ઈનામ જીતો.’

આ ખેલમાં 30 કૂપનના એક ફોર્મેટનું પ્રકાશન થાય છે. આ ફોર્મેટ એકવાર છપાઈ ચૂક્યું છે. આ‌વતા અ‌ઠવાડિયે બીજી વાર છપાશે.

અખબારમાં દર બીજા દિવસે એક કૂપનનું પ્રકાશન ક્રિકેટ બૉલના રૂપમાં થઈ રહ્યું છે, જેમાં એકથી છ રનમાં કોઈ એક અંક છપાયો હોય છે. તમને કુલ 30 કૂપન કાપીને તેને 100 કે તેથી વધુ રન બનાવવાના છે અને આ ફોર્મેટમાં ચોંટાડવાના છે.

રનોની કૂપનનું પ્રકાશન દર બીજા દિવસે અપાશે, જ્યારે તમારું ફોર્મેટ પૂરું થઈ જાય, તેને તમારી પાસે રાખી લો.

જો તમે ફોર્મેટ કાપી લીધું છે અને રન ચોંટાડી રહ્યા છો તો રન બનાવતા રહો. જો તમે આ ખેલમાં હજુ સુધી સામેલ નથી થયા તો આગલા અઠવાડિયે પ્રકાશિત થનારા ફોર્મેટ કાપો. રનોની કૂપન એકઠી કરો અને ફરી ફોર્મેટમાં 30 કૂપન ચોંટાડીને 100 કે તેથી વધુર ન બનાવો અને કરોડોના ઈનામના હકદાર બનો.

સ્પર્ધાનું ફોર્મેટ જમા કરાવવાનો સમયગાળો 21 જૂનથી પાંચમી જુલાઈ 2019 સુધી હશે. 14 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે વિજેતાઓની જાહેરાત થશે અને ઈનામો અપાશે.

આ ખેલમાં ભાગ લેવામાં તમને કોઈ મુશ્કેલી આવે તો તમે અમને 8955008888 પર મિસ કૉલ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...