તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામકંડોરણા તાલુકાના અલગ અલગ ગામોમાં દિવ્ય ભાસ્કરે તપાસ હાથ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામકંડોરણા તાલુકાના અલગ અલગ ગામોમાં દિવ્ય ભાસ્કરે તપાસ હાથ ધરતા ચેકડેમ કૌભાંડ બહાર આવ્યું હતું. આરસીસીથી બનાવવાના ચેકડેમમાં ટ્રકો ભરીને પથ્થર નાખી ગેરરીતિ આચરી હતી. જેનું મૂળ કારણ સિંચાઈ વિભાગના પૂર્વ ઈજનેર ઢોલે કોન્ટ્રાક્ટરો પાસે હજારો રૂપિયા લાંચ તરીકે લીધા હતા જેથી કોન્ટ્રાક્ટરોને મસમોટો નફો રળવા છૂટો દોર મળી ગયો હતો.

ડેમમાંથી પથ્થર નીકળ્યા મામલે દિવ્ય ભાસ્કરે સિંચાઈ વિભાગના અધિકારી માકડિયાનો સંપર્ક સાધતા તેમણે કોન્ટ્રાક્ટરોને 10 દિવસની નોટિસ આપી હતી. જેના જવાબ અંગે ઈજનેરે જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરો ડેમ નવેસરથી બનાવવા તૈયાર છે. જો કે આ ડેમ બનાવવા માટે હાલ સિંચાઈ વિભાગ પાસે સ્ટાફ નથી એટલે સરકાર પાસેથી એસ.ઓ., ડે. ઈજનેર તેમજ વર્ક આસિસ્ટન્ટની માગ કરી છે. તે જગ્યા ભરાશે એટલે જામકંડોરણામાં કામ શરૂ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો