તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યાંગ પુત્રનાં સપનાંને પિતા જીવે છે, તેની સાથે 42 વર્ષમાં 1200 રેસ લગાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ કથા અમેરિકાના ડિક હોયટ નામના પિતા અને પુત્ર રિકની છે. તેઓ 42 વર્ષમાં પુત્રને વ્હિલચર પર બેસાડીને 1200 રેસમાં દોડ્યા છે. તેઓ સ્વિમિંગ બોર્ડની મદદથી પુત્રને છાતી પર બાંધીને અનેક કિલોમીટરો તરી ચૂક્યા છે. પિતા-પુત્ર સાઈકલ પર આખું અમેરિકા ફરી ચૂક્યા છે. વાંચો તેમની કહાની, ડિક હોયટની જુબાની...

જો તમારી પાસે પણ આવી કોઈ કહાની છે, જે સમાજ માટે પ્રેરણાદાયી હોય તો અમને જાણ કરો. તમે આ નંબર 9190000074 પર વૉટ્સએપ અને nationalnewsroom@dbcorp.in પર ઈ-મેઈલ કરી શકો છો. અમે તમને મળીશું અને એ કહાનીઓને વાચકો સુધી પહોંચાડીશું.

આ વાત 1962ની છે. હું પિતા બન્યો હતો. ખુશ હતો, પરંતુ અધૂરો કારણ કે, મારો પુત્ર રિક બીમાર હતો. દિમાગમાં ઓક્સિજનની કમીના કારણે તેને લકવો થયો હતો. ડૉક્ટરોએ સૂચન કર્યું હતું કે આ બાળક સામાન્ય નથી, તેના શ્વાસ રોકી દો. પરંતુ કયો પિતા આવું કરી શકે? હું રિકને ઘરે લાવ્યો. હું ડરી જતો હતો કે શું રિક ખરેખર ચાલી-બોલી નહીં શકે. ફરી એક દિવસ મેં જોયું કે રિકની આંખો ધ્યાનથી મને જોતી હતી. મેં મહેસૂસ કર્યું કે રિક શરીરથી ભલે કમજોર છે પરંતુ તેનું દિમાગ તેજ છે. હું તેને આલ્ફાબેટ શીખવવા લાગ્યો અને તે પણ શીખવા લાગ્યો. જોકે, તે ક્યારેય પોતાની વાત રજૂ નહોતો કરી શકતો એટલે મેં ટફ્ટ યુનિવર્સિટીના એન્જિનિયર્સ પાસે સોફ્ટવેર બનાવડાવ્યું. કમ્પ્યુટર સામે રિક ખુશ થઈને માથું હલાવે તો સ્ક્રીન પર કર્સર પણ ફરતું. માથા નજીક લગાવેલું બટન દબાવીને રિક લખવાનું શીખ્યો. કમ્પ્યુટર પર પહેલો શબ્દ તેણે લખ્યો હતો ગો બ્રુઈન્સ. તે બ્રુઈન્સની મેચ જોવા માંગતો હતો. ધ બોસ્ટન બ્રુઈન્સ આઈસ હોકીની પ્રસિદ્ધ ટીમ છે. હું રિકને એ મેચ જોવા લઈ ગયો. એ દિવસે મને ખબર પડી કે રિક ખેલાડી જેવા મનનું બાળક છે. હું તેને સામાન્ય બાળકની સ્કૂલમાં મૂકવા માંગતો હતો, પરંતુ સ્કૂલો એડમિશન નહોતી આપતી. બહુ સંઘર્ષ પછી 13 વર્ષની વયે તેને એડમિશન મળ્યું. પછી એક દિવસ તેણે મને કહ્યું કે કોઈ દુર્ઘટનામાં પગ ખોઈ ચૂકેલા ખેલાડીની મદદ માટે મારી સ્કૂલમાં એક રેસ થઈ રહી છે. હું પણ આઠ કિલોમીટરની એ રેસમાં દોડવા માંગુ છું. મેં વિચાર્યું કે આટલું તો હું રિક માટે દોડી જ શકું. તેને વ્હિલચેર પર બેસાડીને મેં રેસ પૂરી કરી. એ રાત્રે રિકે મને કહ્યું કે ડેડ હું દોડી રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે હું હેન્ડિકેપ નથી. એ બહુ જ મોટી ફીલિંગ હતી. હું તેના એ અહેસાસને મજબૂત કરવા માંગતો હતો એટલે હું તેને રનિંગ ક્લબ લઈ જવા લાગ્યો. મેં ખાસ રનિંગ ચેર પણ બનાવડાવી. પછી અમે અઠવાડિયાની ત્રણ રેસ કરવા લાગ્યા. અમે ડબલ રેસમાં પણ ગયા, જેમાં ત્રણ માઈલ દોડવાનું અને અડધો માઈલ તરવાનું રહેતું. સ્વિમિંગ માટે મેં દોરડાનો એક છેડો મારી કમર પર અને બીજો છેડો રિકના સ્વિમિંગ બોર્ડ પર બાંધ્યો. જેમ જેમ અમે રેસ કરતા ગયા, તેમ તેમ તેની ખુશીઓ વધતી ગઈ અને મારી પણ હિંમત વધી ગઈ. હું 79 વર્ષનો થયો છું અને રિક 57 વર્ષનો. અમારી આ સફર ચાલુ રહેશે.

બાળકોનાં સપનાં પૂરાં કરવા

ખુશી-ખુશી જિંદગી ખર્ચી નાંખે છે.

એક વાર એવું થાય કે ડેડી ચેર પર બેસે અને હું તેમને લઈને દોડું
 મારા ડેડી મારા હાથ અને પગ જ નથી, પરંતુ મારી પ્રેરણા પણ છે. તેમણે મારું જીવન બચાવ્યું અને મને જીવવાની સતત પ્રેરણા આપી. તેઓ હજારો લોકોની પ્રેરણા છે. મારી ઈચ્છા છે કે, એકવાર ડેડી ચેર પર બેસે અને હું તેમને લઈને દોડું. મારા ડેડી સાથે હું કંઈ પણ કરવા સક્ષમ છું. - રિક હોયટ

પહેલી રેસ
પિતા-પુત્રની દોડ
257 ટ્રાયથ્લોન

22 ડુઅથ્લોન

72 મેરેથોન

08 18 માઈલ રેસ

97 હાફ મેરેથોન

01 20 કિ.મી. રેસ

37 10 માઈલ રેસ

37 7.1 માઈલ રેસ

08 15 કિ.મી. રેસ

219 10 કિ.મી. રેસ

162 5 માઈલ રેસ

02 11 કિ.મી. રેસ

અન્ય સમાચારો પણ છે...