તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળિયાનાં આછીદ્રામાં શેરડીના વાડમાંથી દીપડી પાંજરે પુરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળીયાહાટીના તાલુકાના આછીદ્રા ગામના વાડી વિસ્તારના શેરડીના વાડમાં દીપડો-દીપડી આટાફેરા કરતા હોવાની વાડી માલિકે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરૂ મુકવામાં આવ્યું હતું અને બે દિવસ વન વિભાગને સફળતા મળી હતી.

આ પાંજરામાં દીપડી પુરાય ગઇ હતી પરંતુ હજુ દીપડા માટે વધુ એક પાંજરૂ મુકવામાં આવ્યું છે. માળીયાના આછીદ્રા ગામે રહેતા જેઢાભાઇ કેશાભાઇ બારડની વાડીના શેરડીની વાડમાં દીપડા-દીપડીના આંટાફેરા વધ્યા હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. જેથી વનવિભાગના આરએફઓ શિલુ, ચૌહાણ અને અજયસિંહ કાગડા સહિતનાએ બે દિવસ પહેલા પાંજરૂ મુકવામાં આવ્યું હતું. આ પાંજરામાં રવિવારના મોડી રાત્રીના 5 થી 6 વર્ષની દીપડી પાંજરે પુરાય ગઇ હતી. જેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી છે જ્યારે હજુ દીપડાને પકડવા માટે વધુ એક પાંજરૂ મુકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...