તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળીદાંતીમાં ડે.સરપંચની ચૂંટણીમાં થયો પથ્થરમારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકાની વિભાજન વાળી બાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. બાદ ચૂંટણી અધિકારી દ્વારા શનિવારના દિવસે ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોળીદાંતી ગ્રામ પંચાયતમાં ડે.સરપંચની ચૂંટણી દરમિયાન કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં ટોળેટોળા ઉમટી પડતા માહોલ ગરમાઇ ગયો હતો અને કેટલાક અસમાજીક તત્વોએ મારક હથિયારો સાથે બુમાબુમ મચાવી હતી. અને કેન્દ્રમાં ઘુસી જઇને ફરજ પરના કર્મચારીઓને ધાકધમકી આપીને હોબાળો મચાવ્યો હતો. તેમજ એકાએક ઉશ્કેરાઇ જઇને અજાણ્યા ઇસમો દ્વારા નાયબ મામલતદાર દિલીપ બારીયાની ગાડી ઉપર પથ્થરમારો કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ આવીને સ્થિતિને કાબુમા લીધી હતી. ઉપસરપંચની ચૂંટણી દરમિયાન પથ્થરમારો અને ફરજ પરના અધિકારીઓને બાનમાં લેવાની ઘટના બનતા ચૂંટણી અધિકારીએ ચૂંટણી મોકુફ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...