ધંધુકા-ધોલેરામા રોગચાળો અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમ

Barvala News - dhanuka dholerama epidemic prevention awareness program 060510

DivyaBhaskar News Network

Aug 23, 2019, 06:05 AM IST
આરોગ્ય વિભાગ દ્વારા ધંધુકા-ધોલેરા તાલુકાના વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમિયાન થતા પાણીજન્ય રોગ અટકાયતી માટે જન જાગ્રુતિ અભિયાન કાર્યક્રમ કરવામા આવ્યા હતા જેમા આરોગ્ય ના સ્ટાફ દ્વારા તાલુકાના દરેક ગામમાં જાહેર સ્થળો પર આરોગ્ય વિશેયક જરૂરી માહિતી સાથેનુ લખાણ લખવામાં આવ્યુ હતુ.

ગામ લોકો સાથે જુથચર્ચા, ગામમાં ક્લોરીનગોળી વિતરણ, આરોગ્ય કેમ્પ, સઘન સર્વેલન્સ, હાથધોવા માટે ની રીત, શાળા અને આંગણવાડી માં બાળકોને આરોગ્ય વિષયક માહિતિથી જાગ્રુત કરવામાં આવ્યા હતા. જીલ્લા રોગચાળા અધિકારી ડો.ચિંતન દેસાઈ એ જણાવ્યુ હતુ કે પાણીની ટાંકી, અવાડા, કુવા ની આજુબાજુમાં ગંદકી હોય તો નિયમીત સફાઈ થાય, ગામમાં જો પાણીની પાઈપલાઈનમાં લીકેજ હોય તો યુદ્ધના ધોરણે તેની તાત્કાલીક મરમત થાય તે માટે માહિતી આપી હતી.

X
Barvala News - dhanuka dholerama epidemic prevention awareness program 060510

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી