તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન યોજનામાં 22 લાખ ખેડૂતોના ખાતામાં નાણાં જમા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે ગોરખપુરથી પ્રારંભ કરાવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં ગુજરાતના 22 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં નાણા જમા થયા છે. યોજના જાહેર થયાના 15 દિવસમાં જ રાજ્ય સરકાર દ્વારા 46 લાખ ખેડૂત પરિવારોની નોંધણી કરવામાં આવી છે.

રાજ્યના કુલ ખેડૂત ખાતેદારોની સંખ્યા સામે 87 ટકા ખેડૂતોની નોંધણીના પગલે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. બેંક વિગતોને આધારે પીએફએમએસ પોર્ટલ પર વેરીફિકેશનમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પ્રમાણિત થયેલી માહિતી અને પોર્ટલ પર વેરીફિકેશન થયેલી માહિતીનું પ્રમાણ 90 ટકા જેટલું થાય છે.

ગુજરાત સરકારે 20 હજારથી વધુ એન્ટ્રી પોઇન્ટ કાર્યરત કરીને ખેડૂત પરિવારોની નોંધણીની કામગીરી હાથ ધરી છે. આ યોજના હેઠળ બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને 6 હજાર રૂપિયા ત્રણ હપ્તામાં દર વર્ષે મળશે. રાજ્યમાં 50 લાખથી વધુ ખેડૂતોને 3 હજાર કરોડનો લાભ મળશે. પહેલા હપતા પેટે રાજ્યમાં 22 લાખ ખેડૂતોને 2-2 હજાર રૂપિયા મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો