દિલ્હીનું દર્દ: LRD મુદ્દે સરકારે જીદ છોડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલઆરડીની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના જીએડીએ બહાર પાડેલા તા.1-8-2018ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 64 દિવસથી ગાંધીનગરમાં એસસી, એસટી, ઓબીસીની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે ત્યારે આખરે સરકારે નમતું જોખ્યું છે અને જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી છે. આ મૌખિક જાહેરાતના આધારે ત્રણ મંત્રીઓને સરકારે ઉપવાસી છાવણીમાં મોકલ્યા હતા પરંતુ ઉમેદવારોએ સુધારા સાથેનો ઠરાવ લઇને આવો તેમ કહીને આંદોલન સમેટવાનો ઇન્કાર કરીને મંત્રીઓને પરત મોકલ્યા હતા. એસસી, એસટી, ઓબીસીની મહિલા ઉમેદવારોની

...અનુસંધાન પાના નં. 4

સરકારને ત્રીજીવાર નમતું જોખવું પડ્યું


રાજ્યની સરકારી ભરતીઓમાં સરકારના નીતિ- નિયમોને લઇને સતત વિવાદ સર્જાતો રહ્યો છે. અગાઉ બિન સચિવાલય ક્લાર્કની ભરતીમાં પરીક્ષાના તબક્કે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાતા ભારે વિરોધ થયો હતો અને સરકારે નમતું જોખીને લાયકાત યથાવત્ રાખવી પડી હતી. ત્યારબાદ આ જ ભરતીમાં ગેરરીતિને લઇને આંદોલન થયા હતા અને સરકારે એસઆઇટીની રચના કરી તપાસ કરાવતા ગેરરીતિ જણાઇ આવી હતી. છેવટે નમતુ જોખીને ભરતી રદ કરવાની ફરજ પડી હતી. હવે ફરી એકવાર એલઆરડી ભરતીમાં મહિલા અનામતને લઇને થઇ રહેલા આંદોલન સામે રૂપાણી સરકારને નમતું જોખવું પડ્યું છે.


64 દિવસના આંદોલન પછી રાજકીય ગરમી પકડતાં રાજ્ય સરકારનો નિર્ણય

સરકારે જાહેરાત કરી મંત્રીઓને પારણાં કરાવવા મોકલ્યાઃ મહિલાઓનો ઇનકાર

આખરે LRD ભરતીમાં જીએડીના ઠરાવમાં સુધારો કરવાની સરકારને ફરજ પડી

ઠરાવમાં સુધારો કરવાની જાહેરાત છતાં આંદોલનકારીઓ બેસી રહ્યાં હતા.
અન્ય સમાચારો પણ છે...