તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી હિંસા : અંકિત શર્મા હત્યામાં વધુ 5ની ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

{ અંકિતના શરીર પર ચપ્પાથી હુમલાનાં 12 નિશાન મળ્યાં

પૂર્વ દિલ્હીમાં ગત મહિને હિંસામાં માર્યા ગયેલા ઈન્ટેલિજન્સ બ્યૂરો(આઈબી)કર્મચારી અંકિત શર્માની હત્યા મામલે પોલીસે શનિવારે વધુ 5 લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ ચાંદબાગના રહેવાસી ફિરોઝ, જાવેદ, ગુલફામ, શોએબ અને મુસ્તફાબાદના અનસ તરીકે થઇ છે. અગાઉ પોલીસે સલમાનની ધરપકડ કરી હતી. કડકડડૂમા કોર્ટે હિંસા મામલે ધરપકડ કરાયેલા 3 આરોપીઓ સુમિત, અંકિત અને પ્રિન્સને 12 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસે આ ત્રણેયને એક દિવસના રિમાન્ડ પૂરા થવા પર કોર્ટમાં હાજર કર્યા હતા. શુક્રવારે કોર્ટે લોકેશ અને પંકજને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સળિયા, દંડાથી ઈજાનાં નિશાન મળ્યાં

જ્યારે અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવાયું છે કે તેમના શરીર પર ઈજાનાં 51 નિશાન મળ્યાં છે. ચપ્પાથી 12 વખત હુમલો કરાયો છે જે પગ, છાતી સહિત શરીરના પાછળના ભાગ પર છે. 6 કાપાનાં નિશાન છે જેમાં સ્ક્રેચના નિશાન છે. બાકી 33 નિશાન સળિયા અને દંડાથી કરાયેલા હુમલાના હતા.

પોસ્ટમોર્ટમમાં 51 ઈજાનો ઉલ્લેખ

ચપ્પાથી હુમલા કરનારાઓની વાતચીત પોલીસે સાંભળી હતી

રમખાણ સમયે પોલીસનું વિશેષ યુનિટ ચાંદબાગના બદમાશ મૂસા અને સલમાનની મોબાઇલ પર વાતચીત સાંભળી રહ્યું હતું. પોલીસ મુજબ સલમાને ફોન પર મૂસાને જણાવ્યું હતું કે તેણે ભીડ વચ્ચે ઘૂસીને એક વ્યક્તિને ચપ્પા વડે હુમલો કરી મારી નાખ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો