તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી હાઇકોર્ટે 15 જાન્યુઆરીથી ‘છપાક’ના પ્રદર્શન પર લગાવ્યો પ્રતિબંધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લૉયર અર્પણા ભટ્ટને ક્રેડિટ ન આપવાના કારણે દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ની સ્ક્રીનિંગ પર દિલ્હી હાઇકોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટના આદેશ મુજબ ફિલ્મ 15 જાન્યુઆરીથી મલ્ટિપ્લેક્સ, ઓનલાઇન પ્લેટફોર્મ્સ અને 17 જાન્યુઆરીથી કોઈ પણ અન્ય જગ્યાઓ પર પ્રદર્શિત નહીં થાય. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે પણ મેકર્સને લૉયરને ક્રેડિટ આપવાનો આદેશ આપ્યો હતો. ફિલ્મ નિર્માણ કંપની ફોક્સ સ્ટુડિયોએ ટ્રાયલ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. કેસ પર સુનવણી કરી હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય સુરક્ષિત રાખ્યો અને નિર્દેશક મેઘના ગુલઝારને અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવાનો આદેશ આપ્યો છે. તેના પછી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મેકર્સને ફિલ્મમાં એક લાઇન સામેલ કરવાનો આદેશ આપ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે ‘અપર્ણા ભટ્ટ મહિલાઓ સાથે થઈ રહેલા શારીરિક અને યૌન અપરાધો વિરુદ્ધ લડી રહ્યાં છે.’ શુક્રવારે થયેલી સુનવણી દરમિયાન ફિલ્મ નિર્માતાઓએ કોર્ટ સામે દલીલ આપી કે ભટ્ટ પાસે કોઈ પણ રૂપમાં ફિલ્મમાં તેમના યોગદાન માટે શ્રેય લેવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. સ્ટુડિયોએ હાઇકોર્ટ પાસે ટ્રાયલ કોર્ટના આદેશને રદ્દ કરવાની વાત કરી. સ્ટુડિયો મુજબ જો કેસમાં રિલીઝના એક દિવસ પહેલા આદેશ રિલીઝ કરવામાં આવશે તો અરજીકર્તા સાથે અન્યાય થશે.

ઓનલાઇન લીક થઈ ફિલ્મ
સતત વિરોધનો સામનો કરી રહેલી આ ફિલ્મને હવે તમિલ રૉકર્સે પણ નુકસાન પહોંચાડી દીધું છે. આ વેબસાઇટ પર ફિલ્મની એચડી પ્રિન્ટ લીક થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો