તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાલીમાં પતંગ ચગાવતા બાળકનું ધાબા પરથી નીચે પટકાતાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલીના સગરવાસમાં ઉત્તરાયણના અાગળના દિવસે પતંગ ચગાવવા 12 વર્ષીય બાળક બપોરે બીજા માળથી નીચે પટકાતા તરત જ સારવાર અર્થે ઇડર લઇ જવાયા બાદ કરુણ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. મોટી સંખ્યામાં વસવાટ કરતા સગર સમાજના લોકોમાં ઉત્તરાયણના અાનંદના પર્વ પર શોકની કાલીમા ફરી વળી હતી.

વડાલીમાં સોમવારે બપોરે સગર વાસના ઉમિયા માતાજી મંદિર સામે રહેતા શૈલેષભાઇ દેવકરણભાઇ સગરનો 12 વર્ષીય પુત્ર પવન સગર ઘરના બીજા માળના ધાબા પર પતંગ ચગાવવા ચઢ્યો હતો અને અચાનક પગ લપસતા ધાબા પરથી નીચે પટકાયો હતો જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઅો થતા બાળકના પડવાના અવાજથી દોડી અાવેલા લોકોઅે તાત્કાલિક ખાનગી વાહનમાં ઇડરની ધરતી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને તબીબે સીટીસ્ક્રેન કરાવવાનુ કહેતા પવનને લઇને સીટીસ્ક્રેન કરાવવા જવા દરમિયાન અેમ્બ્યુલન્સ બગડી હતી તરત જ ઇજાગ્રસ્ત બાળકને બીજી અેમ્બ્યુલન્સમાં શીફ્ટ કરાયો હતો.

ઉત્તરાયણની ખરીદીને કારણે ભારે ભીડ હોવાથી ટીઅારબી જવાનોઅે મહેનત કરી અેમ્બ્યુલન્સને રસ્તો કરાવી અાપ્યો હતો. પરંતુ રેલ્વે ફાટક ક્રોસ કરતામાં જ પવનનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ. ઉત્તરાયણના પર્વમાં જ બનેલ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પરિવાર અને સગર સમાજ પણ અાઘાતમાં સર પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો