તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીકૂચના ચિત્રકાર : કનુ દેસાઈ (1907-1980)

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આજના જ દિવસે 1930માં દાંડીકૂચનો પ્રારંભ થયો હતો. આજે દાંડીયાત્રાના ચિત્રો કંડારનાર કનુ દેસાઈનો જન્મદિવસ પણ છે. ભરૂચમાં જન્મેલા કનુ દેસાઈનો ઉછેર અમદાવાદમાં થયો હતો.1921માં યોજાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં સ્વયંસેવક તરીકે જોડાઈ જાહેર જીવનમાં પદાર્પણ કર્યું હતું. તેના બીજા જ વર્ષે કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી કળા શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1925માં ગૂજરાત વિદ્યાપીઠની શિષ્યવૃત્તિ પર કળાના વધુ પ્રશિક્ષણ માટે શાંતિનિકેતન ગયા, જ્યાં નંદલાલ બોઝ અને રવીન્દ્રનાથ ટાગોરના પ્રભાવમાં આવ્યા. 1930માં ગાંધીજીના જીવન માટે મહાભિનિષ્ક્રમણ સમી દાંડીકૂચ શરૂ થતાં તેના ચિત્રો દોર્યાં, તેનું આલ્બમ કુમાર કાર્યાલય દ્વારા બહાર પડ્યું હતું. જે દાંડીકૂચનું ચિત્રમય દસ્તાવેજીકરણ બન્યું. 1938માં હરિપુરામાં યોજાયેલી મહાસભામાં ડેલિગેટ બનવા સાથે અધિવેશન સ્થળને સુશોભિત કરવાનું કામ પણ તેમણે કર્યું. તેમણે ચિત્રો ઉપરાંત સ્કલ્પચર અને પ્લાસ્ટર કાસ્ટિંગમાં પણ કળાશક્તિ દાખવી હતી. તેમના કળાકીય સર્જનો ‘જીવન મંગલ’ અને ‘નૃત્યરેખા’ શીર્ષક તળે પ્રકાશિત થયા. કળા જગતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા કનુ દેસાઈનું 8 ડિસેમ્બર 1980ના રોજ અવસાન થયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો