તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીએસકેની જયપુરમાં મેચ રમાવાની છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીએસકેની જયપુરમાં મેચ રમાવાની છે
ચેન્નઈ | ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મંગળવારે મેચ રમાઈ. આઈપીએલની મેચ રાતે અંદાજે 12 વાગ્યા સુધી ચાલે છે. બીજા જ દિવસે સવારે સીએસકેની ટીમને જયપુર પહોંચવા માટે ફ્લાઈટ પકડવાની હતી. એવામાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષી એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોતા બેગને તકિયો બનાવીને જમીન પર જ સૂઈ ગયાં. ધોનીએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેના પર લોકો તેની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે.

સીએસકે આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ રમવાની છે. સીએસકે અત્યાર સુધીમાં 6 મેચમાં 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે, જ્યારે રોયલ્સ 5 મેચમાં 2 પોઈન્ટ સાથે 7મા ક્રમે છે.

અન્ય સમાચારો પણ છે...