તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક. જેલમાંથી છૂટી માદરે વતન પરત આવેલા 100 માછીમારોની વેરાવળમાં કેફિયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમે પાકિસ્તાનની જેલમાં કેદ હતા ત્યારેજ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવભર્યો માહોલ સર્જાયો હતો. અમને ત્યારે ટીવી ચેનલથી બધી વિગતો જાણવા મળી હતી. એ વખતે પાકિસ્તાની જેલના અધિકારીઓ અમને સમિત પ્રસારણ જ દેખડતા. અને અલગ જેલમાં રાખવામાં આવતા હતા. એ દિવસોમાં તેઓ કહેતા, બંને દેશો વચ્ચે યુદ્ધ ન થાય અને શાંતિ રહે તો સારું. એમ પાકિસ્તાનની જેલમાંથી છૂટીને આવેલા કોડીનાર તાલુકાના પાંદરડા ગામના માછીમાર રવિરાજ ચોચા જણાવ્યું હતું.

ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન પોલિસે કથિત અપહરણ કરી પાકિસ્તાન જેલમાં બંદીવાન બનાવેલા 355 ભારતીય માછીમારો પૈકી 100 માછીમારોને વાઘા સરહદેથી મુકત કરાતાં ગુજરાત ફીશરીઝ વિભાગે તેમનો કબ્જો સંભાળી અમૃતસરથી બરોડા સુધી ગોલ્ડન એક્સ્પ્રેસ ટ્રેન મારફત બરોડા લાવવામાં આવ્યા હતા. અને બે ખાનગી બસો દ્વારા તેમને વેરાવળ લવાયા હતા. ફીશરીઝ કચેરીના પટાંગણમાં લાંબા સમયથી વિખૂટા પડેલા તેઓના પત્ની, બાળકો, મા-બાપ, પરિવાર સાથે મિલન થતાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.આ 100 પૈકી આસામનો ડેનિયલ બાસુ મેટ્રેક્સ નામનો યુવાન પોરબંદરના દિલીપ બાબુભાઇ ખોખારીની માલિકીની શ્રીવિજય નામની બોટમાં ફિશીંગ માટે ગયો હતો. આ માછીમાર બોગસ ડોક્યુમેન્ટથી બીજાને બદલે માછીમારી કરવા ગયો હતો. આથી તેની ઓળખ ન થતાં આજે ફીશરીઝ વિભાગ દ્વારા પુછપરછ હાથ ધરાઇ હતી. આથી હાલ આ યુવાનને શંકાસ્પદ ગણી ગિર-સોમનાથ એસઓજીને સોંપાયો છે.

અેર સ્ટ્રાઇક વખતે પાકિસ્તાન જેલ સત્તાવાળા અમને કહેતા ભારત સાથે યુદ્ધ ન થાય તો સારું
મોટાભાગના 2017 માં પકડાયા હતા
આજે પરત આવેલા મોટાભાગના માછીમારો બોટ સાથે તા 25 માર્ચ 2017 થી 7 નવેમ્બર 2017 સુધીમાં પકડાયા હતા. આ તકે ફીશરીઝ અધિકારી તુષાર પુરોહિત, માછીમાર આગેવાનો વેલજીભાઈ મસાણી, તુલસી ગોહેલ, રીતેશ ફોફંડી, ગોપાલ ફોફંડી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અમને ડર લાગતો હતો : અયુબભાઇ
હું 18 મહિના પાકિસ્તાન જેલમાં રહ્યો હતો. અમને 3 સમય જમવાનું મળતું. ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે તનાવનો માહોલ હતો ત્યારે અમને ડર લાગતો. પણ પાકિસ્તાન જેલના અધિકારીઓ કહેતાં કે, તમારો સમય પૂરો થતાં તાત્કાલિક છોડવામાં આવશે. તેમ કહી આશ્વાસન આપતા.- અયુબ મહમદભાઇ પઠાણ, ઉના

હું દરિયો ખેડવા હવે નહીં જાઉં : રાહુલ
હુ઼ં ધો. 8 સુધી ભણ્યો છું. હવે હું માછીમારી કરવા અને દરીયો ખેડવા ક્યારેય નહીં જાઉં. -રાહુલ રાજેશ બારીયા, કોટડા, તા. કોડીનાર

4 તબક્કામાં માછીમારો મુક્ત થશે
4 તબક્કામાં મુક્ત થનાર માછીમારો પૈકી આજે પ્રથમ 100 નો તબક્કો હતો. જેમાં ગીર-સોમનાથનાં 73, દ્વારકાનાં 8, વલસાડનાં 2, વાપીનો 1, ઉત્તરપ્રદેશનાં 13 અને અન્ય રાજ્યોનાં 3 માછીમારોનો સમાવેશ થાય છે. એ 3માંથી બેની ઓળખ મળી હતી. જ્યારે બીજો બોગસ દસ્તાવેજ પર ગયો હોઇ તેની ઓળખ થઇ નથી.

એસઓજીએ પૂછતાં જ અસલી નામ બહાર આવ્યું
અન્ય સમાચારો પણ છે...