તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડોનેશિયા ફરીને આવેલા આધેડને કોરોનાની આશંકા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વેરાવળના એક આધેડને કોરોનાની આશંકા સાથે આજે સવારે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ વ્યક્તિ ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન ઇન્ડોનેશિયા ફરવા ગઇ હતી. તેનું નામ એરપોર્ટ પરથી આવેલા મુસાફરોના નામની યાદી ગિર-સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગને મળી હતી. તેમની તપાસ દરમ્યાન ઉધરસ જણાતાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમના લોહી અને ગળફાના નમુના લઇ તપાસ માટે ખાસ કોરોના માટે જ જામનગરમાં ઉભી કરાયેલી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવતીકાલે આવી જશે એમ સીડીએચઓ ડો. ચેતન મહેતાએ જણાવ્યું હતું.
આ દર્દી 45 થી 55 વય જૂથનો છે. અને વેરાવળ શહેરમાંજ રહે છે. અને ટ્રાવેલ હિસ્ટ્રી હોઇ તકેદારી લેવાઇ છે.

જોકે, જ્યારે તે ભારત આવ્યો ત્યારે તેની તબિયત સારી હોઇ એરપોર્ટની તપાસ બાદ વેરાવળ આવવા દેવાયો હતો. પણ 14 દિવસના ક્વોરન્ટાઇન દરમ્યાન તેની તપાસમાં ઉધરસ જણાતાં તેની તપાસ જરૂરી બની ગઇ હતી

ટ્રેનમાં કોરોના અંગે કામગીરી કરાઇ

આજરોજ વેરાવળ રેલ્વે સ્ટેશન પર કોરોના વાઈરસનો મુસાફરોને ચેપ ન લાગે તે અંગેના અગમચેતીના પગલાં રૂપે ટ્રેન નં. 22958 ના યાત્રી સુવિધામાં વપરાતા હેલ્થ ફોસેટ, પુશકોક, હેંડલ, બેસવાની સીટમાં પર જીવાણુનાશક દવાઓનો છંટકાવ કરાયો હતો. સાથે ઓન બોર્ડ હાઉસ કિપીંગ સ્ટાફને પણ ચાલુ ગાડીમાં ટોયલેટ શોપ ઉપલબ્ધ રહે તેવી સુચના અપાઇ હતી. આ અભિયાન વરિષ્ઠ મંડલ યાંત્રિક એન્જીનિયર અશોક બીંબરના સીધા માર્ગદર્શન હેઠળ અક્ષય દેસાઈ, એસ. ટી. પામનુર, મનીષ મહેતા, શૈલેષ સંચાણીયા તથા તમામ કેરેજ એન્ડ વેગન વિભાગ વેરાવળના કર્મચારીઓએ હાથ ધર્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો