તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ : ભરૂચમાં વિદેશથી આવેલા 40 લોકો ઓબ્ઝર્વેશનમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી સાવચેતી માટેના પુરોગામી તમામ પગલાં ભરવામાં આરોગ્ય વિભાગે કમર કસી છે. ભરૂચ જિલ્લાના અને વિદેશ ફરવા ગયેલાં લોકોમાંથી કુલ 80 લોકોને કોરોન્ટાઇન હોમ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં હતાં. જે પૈકી 40 લોકોનો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પુરો થઇ ગયો છે. જ્યારે 40 લોકો હજી પણ ઓબ્ઝર્વેશનમાં છે. તો શહેરના મલ્ટીપ્લેક્ષ, મોલ સહિતના ભીડવાળી જગ્યાએ સંચાલકો દ્વારા પણ તકેદારીના પગલાં ભરાઈ રહ્યા છે. ભરૂચના આઇનોક્ષ થિયેટરમાં કોરોના વાયરસની ચકાસણી માટે ઇન્ફ્રારેડ થર્મોમિટર લગાવવામાં આવ્યાં છે. જ્યારે મોલમાં કામ કરતાં કર્મચારીઓ તેમજ નાગરિકો માસ્ક પહેરીને ફરતાં નજરે પડ્યાં હતાં.

ભરૂચમાં સ્ટેશન રોડ ખાતે આવેલા આઇનોક્ષ મલ્ટિપ્લેક્ષમાં ઇન્ફ્રારેડ થર્મોમિટર ડીવાઈસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકો માટે વોશરૂમ, કેફેટેરીયા અને રિસેપ્શન પર ફ્રીમાં સેનેટાઈઝરની સુવિધા આપવામાં આવી રહી છે. થિયેટરનું વાતાવરણ પણ હાઈજીન બની રહે તેવા તમામ
પ્રયત્નો સંચાલકો દ્વારા કરવામાં
આવી રહ્યા છે.

મોલ અને મલ્ટિપ્લેક્સના કર્મીઓ માસ્ક પહેરી ફરજ પર દેખાયા

આઇનોક્ષ થિયેટરમાં ઇન્ફ્રારેડ થર્મોમીટર લગાવવામાં આવ્યું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો