Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મૂળ સ્ટાઈલને જીવિત કરીને ‘કોન્વર્સ’એ વાપસી કરી હતી
પોતાની સ્થાપનાના થોડા વર્ષો પછી, 1917માં જ્યારે કોનવર્સે બાસ્કેટબોલ સ્નીકર્સ લોન્ચ કર્યા ત્યારે તેમને જોરદાર સફળતા મળી. તેમની રેન્જ ધ ઑલ સ્ટાર તરીકે ઓળખાઈ. તે બહુ જ હલકા હતા. તેમના શૂઝમાં આગળની તરફ સુરક્ષા માટે એક ટો-કેપ હતી ને તેમાં એક સુંદર એન્કલ પેચ પણ અપાયો હતો. કંપનીએ કમાલ કરીને સામાન્ય રબર શૂઝને કલ્ચરલ આઈકનમાં બદલી નાંખ્યા. 1932માં કોન્વર્સે એ જમાનાના સ્ટાર ચાર્લ્સ હોલિસ ટેલરને સાઈન કર્યા અને ઑલ સ્ટારના પ્રચારને નવી ઊંચાઈ આપી. આ અભિયાનને જ સ્નીકરને ‘ચક ટેલર્સ’નું નિક નેમ આપ્યું. 1946માં એબીએની સ્થાપના સુધી ચક ટેલર્સની લોકપ્રિયતામાં ચરમસીમાએ હતી.
જોકે, 1980માં ગરબડ થઈ. નાઈકી, એડિદાસ, રિબોક, પૂમાના આગમન પછી કોનવર્સને મુશ્કેલી પડવા લાગી. દિન પ્રતિદિન કંપનીની હાલત ખરાબ થવા લાગી અને 1998માં કંપનીએ પોતાનો માર્કેટ શેર ફક્ત 2.3 ટકા જાહેર કર્યો. 2003માં કોનવર્સની પ્રતિસ્પર્ધી કંપની નાઈકી આગળ આવી અને તે ખરીદી લીધી. નવી લીડરશિપમાં કોનવર્સના દિવસો બદલાયા. ‘ઑલ્ડ સ્કૂલ’ સ્ટાઈલને જીવિત રખાઈ અને બદલાતા દોરમાં તેને નવી પેઢીની સ્ટાઈલ તરીકે પ્રમોટ કરાઈ. સમગ્ર બ્રાન્ડને નવું રૂપ આપવા ચક ટેલર્સે નવી એડિશન કર્ટ કોબેન અને રમોન્સ લોન્ચ કરાયા. ફેશન ડિઝાઈનર જોન વારવાટોસને ચક્સની હાઈ એન્ડ લાઈન માટે તૈયાર કરાયા. આ નવી ફેશન ફોકસ્ડ દિશાને કંપનીએ 2007માં પોતાના કેમ્પેઈન ચક ઈટથી સ્થાપિત કરી, જ્યારે મોડેલ ડેજી લોવેના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફર્સને ફિચર કરાયા. આ કેમ્પેઈનમાં ચક ટેલરના ગૌરવશાળી ઈતિહાસને દર્શાવાયો. તેનાથી જ કોન્વોર્સે ફરી એકવાર લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સમાં પોતાની જગ્યા બનાવી. આ રીતે 2008માં કનેક્ટિવિટી કેમ્પેઈન ચલાવાયું. આ તમામ અભિયાન અનેક દેશમાં એક સાથે ચલાવાયા. પરિણામ એ આવ્યું કે, કંપનીની રેવન્યૂ દર વર્ષે વધવા લાગી.
આ પણ જાણો
કંપનીની વાપસી થઈ, પરંતુ વૈંસ અને કેડ્સ જેવી બ્રાન્ડ્સ સાથે સંઘર્ષ ચાલુ છે.
શૂઝ આર બોરિંગ, વિઅર સ્નીકર્સની ટેગ લાઈન આજે પણ સટીક છે.