તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાજોલ અને કરણ જોહર વચ્ચે તકરાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જોલને પૂછવામાં આવ્યું કે તે કરણ જોહર દ્વારા લિખિત પુસ્તક વાંચશે તો એમનો તરત જવાબ આવ્યો કે તે નહીં વાંચે. એમને બીજા પ્રકારના રસ ધરાવતાં પુસ્તકો વાંચવા ગમશે. કરણ અને કાજોલ વચ્ચેની આ તકરારનું કારણ એ છે કે કાજોલના પતિ અજય દેવગણ અને શાહરુખ ખાનની ફિલ્મો એક જ દિવસે પ્રદર્શિત થઇ અને મોટાભાગના સિનેમાઘરોને લઈને બંને વચ્ચે મનભેદ રહ્યા છે. કરણ શાહરુખ સાથે રહ્યા છે. વાત એમ છે કે એમના આ સંબંધોના સમીકરણોનો મામલો બહુ જૂનો છે. બંને ફિલ્મી પરિવારોમાં જન્મેલા સંતાનો છે.

જયારે આદિત્ય ચોપડા પોતાની પહેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ બનાવી રહ્યા હતા ત્યારે કરણ જોહર પોતાના પિતા સાથે સ્ટુડિયોમાં આવ્યા અને એમને ફિલ્મોનો ચસ્કો લાગી ગયો. શાહરુખ ખાન અને કાજોલે યુવા કરણ જોહરનો ઉત્સાહ વધાર્યો અને કહ્યું કે તેઓ ફિલ્મ નિર્દેશિત કરે. કરણ જોહરે શાહરુખ ખાન અને કાજોલ સાથે ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઇઝ ખાન’ અને ઋષિકેશ મુખર્જીની ‘આનંદ’ થી પ્રેરિત ‘કલ હો ના હોલ’ પણ બનાવી છે.

કાજોલ અને અજયની પ્રેમકથા અનિઝ બઝમી દ્વારા નિર્દેશિત ‘પ્યાર તો હોના હી થા’થી શરૂ થઇ. જણાવી દઈએ કે મારધાડ અને એક્શન દૃશ્યોના માસ્ટર વીરુ દેવગણના તેઓ પુત્ર છે અને અજય તથા તેમના વિશાળ સંયુક્ત પરિવારમાં સ્ટાર વહુ કાજોલ ખુશી ખુશી રહે છે. કાજોલ પોતાની પસંદ અને નાપસંદ પ્રત્યે અત્યંત સજાગ છે અને એમની ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ એમની પાસે ન કરાવી શકાય. એમની મા તનુજા અને નાની શોભના સમર્થ સાચા અર્થમાં આધુનિક હતી. અહીં આધુનિક્તાનો અર્થ ફેશન નહીં, વૈચારિક નિજતા અને સ્વતંત્રતા છે. પોતાની કિશોર અવસ્થામાં અંતર્મુખી રહેલા કરણ જોહર હવે જરૂરિયાત કરતા વધારે બોલકા અને વાચાળ છે. નવા કલાકારોને લોન્ચ કરવામાં તેમને ગોડફાધરનો ખિતાબ મળ્યો છે. એમની ફિલ્મોમાં સમલૈંગિકતાનાં દૃશ્ય પણ હોય છે. વિક્રમ શેઠની લોકપ્રિય નવલ ‘અ સુટેબલ બોય’ના આધારે તેમણે પોતાની આત્મકથા ‘અનસૂટેબલ બોય’ નામથી લખી છે. આ જ પુસ્તકને વાંચવાનો સવાલ પુછાયો હતો. કાજોલ ગંભીર સાર્થક સાહિત્ય સાથે હળવી કિશોરવયની ‘મિલ્સ એન્ડ બૂન્સ’ પણ વાંચે છે. એમણે કરણ જોહરનું પુસ્તક વાંચવાની ના કહી દીધી, કારણકે તેઓ ખુદ કરણ જોહરને જ એક પુસ્તક સ્વરૂપે વાંચી ચૂક્યા છે અને એમને દોહરાવું પસંદ નથી.

કા
જયપ્રકાશ ચોક્સે

લેખક જાણીતા ફિલ્મ સમીક્ષક છે

પરદે કે પીછે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો