તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના ‘સિંધિયા’થી કોંગ્રેસ ડરી, રાજીવ શુક્લાને બદલીને ભરતસિંહ સોલંકીનું નામ જાહેર, એક જૂથમાં હજુ પણ અસંતોષ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મધ્યપ્રદેશની પેટર્ન પર હવે ગુજરાતમાં પણ ઓપરેશન કમળ શરૂ થઇ ગયું છે. ગુજરાત કોંગ્રેસના એક મોટા ગજાના નેતા મધ્યપ્રદેશના કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ કેસરિયા કરશે તેવી વાતો વહેતી થઇ છે. આ દરમિયાન કોંગ્રેસના 35 ધારાસભ્યે રાજ્યસભા માટે અગાઉ આવેલાં રાજીવ શુક્લા અને શક્તિસિંહ ગોહિલના નામોને લઇ રાજીનામાંની ધમકી પણ આપી. ત્યાર પછી સાંજ સુધીમાં આખરે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના નામ પર મહોર મારી દીધી. જોકે કોંગ્રેસના સૌરાષ્ટ્રના એક વગદાર નેતા હજુ અસંતુષ્ટ હોવાથી તેમનું જૂથ ભાજપના સંપર્કમાં હોવાનું મનાય છે.

આ મુદ્દે ભાજપના એક ખૂબ સિનિયર નેતાએ કહ્યું કે ગુજરાત કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતા હાલ અમારા સંપર્કમાં છે અને તે ગમે ત્યારે પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. અહેમદ પટેલ સામેની સખત નારાજગીને કારણે આ નેતા ઘણાં સમયથી અસંતુષ્ટ છે અને તેથી તેઓ કોંગ્રેસનો હાથ છોડી દે તેવી સ્થિતિ છે. અહેમદ પટેલ સામેની જગજાહેર નારાજગી ગુજરાત કોંગ્રેસના કયા મોટા નેતાને છે તેનો ક્યાસ લગાવવો સરળ પણ છે.

ભાજપ છથી સાત ધારાસભ્યોને ટાર્ગેટ કરી શકે છે તેવાં સમાચાર ‘દિવ્ય ભાસ્કર’માં છપાતાં જ ગુરુવારે સવારથી વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા પૂર્વે વિપક્ષના સભ્યોની તેમના નેતાઓએ એક-એક કરીને બેઠક કરીને તમામ બાબતે તેમના મન જાણવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવારોના નામોને લઇને જ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો અને આખો પક્ષ બે જૂથમાં વહેંચાઇ ગયો છે. ગુજરાત કોંગ્રેસના રાહુલ ગાંધી અને અહેમદ પટેલ જૂથ હાલ આમને-સામને આવી ગયા છે. ...અનુસંધાન પાના નં. 14

{ રાજ્યસભા માટે ગુજરાતમાંથી શક્તિસિંહ અને રાજીવ શુક્લાનું નામ હતું, 35 ધારાસભ્યની રાજીનામાંની ધમકી

ભાજપના ટોચના નેતાનો દાવો- જલદી થશે ધડાકો, અહેમદ પટેલથી નારાજ છે આ મોટા કોંગ્રેસી નેતા

ભાજપ ત્રીજો ઉમેદવાર ઊભો રાખશે જ

ભાજપના ખૂબ મોટા ગજાના નેતાઓ પણ સાવ સંકોચ રાખ્યા વગર કહી રહ્યા છે કે ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપ ત્રણ ઉમેદવારને મેદાને ઉતારશે. આ માટે જોઇતી તમામ તૈયારી થઇ ગઇ હોવાનો વિશ્વાસ આમાં દેખાઇ રહ્યો છે. બુધવારે મોડી સાંજે જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી અને તેમાં કયા નેતાને મેદાને ઉતારવા તેનો વ્યૂહ ઘડાઇ ચૂક્યો છે. શુક્રવારે 12:39 મિનિટે ભાજપના બે ઉમેદવાર નામાંકન ભરવા જાય તે સાથે જ આ નેતા પણ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે તેવી ચર્ચા ચાલી રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો