તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યક્તિગત પ્રગતિ માટે વિચારસરણી બદલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માર્ચ 2019ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે તે મહિલા એક એવી જગ્યા એ રેડ કાર્પેટ પર ચાલી રહી હશે જેના માટે કોઈ લાંબા સરનામાની જરૂર નથી, માત્ર બે જ શબ્દો પૂરતા છે! એ બે શબ્દો છે- રાષ્ટ્રપતિ ભવન. એ જગ્યાએ તે ડેશનબા પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે ભારતનું સૌથી મોટું મહિલા નાગરિક સન્માન - ‘નારી શક્તિ પુરસ્કાર 2018’ મેળવશે. પોતાના નાનકડા પછાત ગામેથી દેશના સૌથી પ્રતિષ્ઠિત ઠેકાણે પહોંચવાની તેમની યાત્રા ત્રણ વર્ષની છે પણ, એ યાત્રા ખૂબ કપરી છે. કેમકે, 2006 સુધી તેમનો જિલ્લો દેશભરના 640માં સૌથી પછાત 250 જિલ્લાઓમાં એક હતો.

ઝારખંડની રાજધાની રાંચીથી 108 કિમી દૂર લાતેહર જિલ્લાના ઉદયપુરા ગામ, જે એ હદે પછાત હતું કે, ત્યાં મહિલાઓને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડતું હતું પણ, ગામલોકોને કશો જ ફરક પડતો ન હતો. પણ, જો કોઈ શૌચાલય બનાવવાની વાત કરે તો તેમના માથાના વાળ ખેંચાઈ જતા હતા. ગામમાં જો કોઈ આ વિચારસરણી બદલવાનો પ્રયત્ન કરે તો પણ લોકો તેના વિરુદ્ધમાં પંચાત કરીને તેને અપશબ્દો કહેતા હતા.

આ જ કારણે જયારે 23 વર્ષની સુનિતા દેવીએ શૌચાલય બનાવવા માટે રાની-મિસ્ત્રી(મહિલા સુથાર)નો અને બાકીની મહિલાઓને પણ સાથ આપવા કહ્યું ત્યારે આખું ગામ તેની વિરુદ્ધમાં ઉભું થઇ ગયું અને ખુલ્લેઆમ તેની નિંદા કરવા લાગ્યા. તેનો પતિ શરૂઆતમાં તેની સાથે હતો પણ, પછીથી ગામલોકોના ટૉન્ટથી એટલો હેરાન થઇ ગયો કે આ કામ કરવા માટે પત્નીને મારવા લાગ્યો. તે લોકો આટલે જ અટક્યા નહિ. તેમણે સુનિતા અને તેના પરિવારને ગામની બહાર નીકળી જવાનું પણ કહી દીધું.

રાજકીય વિજ્ઞાનમાં પોસ્ટ ગેજ્યુએટ અને બે બાળકોની માતા સુનિતાએ પોતાના પતિને સમજાવ્યા કે, આપણા અને આખા સમાજ માટે શું મહત્વનું અને સારું છે. પતિએ પત્નીની આ વાત સમજી અને ધીમે-ધીમે લોકોને પણ તેની વાત સમજાઈ. સુનિતાએ પોતાના પ્રયત્નો વધાર્યા અને 300થી વધુ મહિલાઓને રાની મિસ્ત્રીના રૂપમાં ઘડી અને ગ્રામીણ શૌચાલય સ્વચ્છતા અભિયાનની પ્રણેતા બનીને સામે આવ છે. ભારતીય રેલવેએ પણ આ ક્ષેત્રમાં સારી કામગીરી કરી છે.

ફંડા એ છે કે, વ્યક્તિગત પ્રગતિની સાથે દેશહિત માટે પણ વિચારસરણી બદલવી આવશ્યક છે.

8
મેનેજમેન્ટ ફંડા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો