તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીજીએસટી ડિપાર્ટમેન્ટે કરદાતાઓના ઇ-વે બિલને જીએસટી રિટર્ન સાથે મેચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીજીએસટી ડિપાર્ટમેન્ટે કરદાતાઓના ઇ-વે બિલને જીએસટી રિટર્ન સાથે મેચ કરી જેમાં તફાવત હોય તેવા કિસ્સાઓમાં ડીલરોને મિસમેચને લગતી નોટિસો મોકલવામાં આવી છે.

તાજેતરમાં સીજીએસટીના અધિકારીઓએ સમગ્ર રાજ્યમાં 22 હજાર અને શહેરમાં અંદાજે 7 હજાર લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. સરકારે રૂ. 50 હજારથી વધારેના વેચાણ પર ઇ-વે બિલ બનાવવું જરૂરી કર્યું છે.

ડીલરે ઇ-વે બિલ બનાવ્યું હોય અને તે મહિનામાં તેનું વેચાણ જીએસટીઆર-1 રિટર્નમાં ન બતાવ્યું હોય. તેવા કિસ્સાઓ ધ્યાનમાં આવતા આવા ડીલરોને નોટિસો આપી સ્પષ્ટતા કરવા માટે અને જ્યાં ડિફરન્સ હોય તેવા કિસ્સાઓમાં ડીલરોને વ્યાજ સાથે રકમ ભરવાની મોટા પ્રમાણમાં નોટિસો પાઠવવામાં આવી છે.

વધારામાં ઇ-વે બિલનું મેચિંગ કરીને ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યું છે કે ડીલરો ખરેખર માલ સપ્લાય કર્યો છે કે નહીં. આને લગતી નોટિસો પાઠવીને ડીલરોને તાત્કાલિક પોતાના વેચાણ બિલ, ઇ-વે બિલ અને જરૂરી ચોપડા લઇને ત્રણ દિવસમાં સીજીએસટીની ઓફિસમાં હાજર થવા જણાવ્યું છે.

બીજી તરફ ઇ-વે બિલ બનાવતી વખતે વેપારીઓ દ્વારા ભૂલથી સપ્લાય બિલ સિલેક્ટ કરી લીધું હોય તો જીએસટી અધિકારીઓ તેને સેલ માની ડ્યૂટી ભરવા માટે દબાણ કરી રહ્યાં છે.

જ્યારે ઘણા કિસ્સાઓમાં વેચાણ કરેલો માલ પરત આવ્યો હોય તેને લગતું ઇ-વે બિલમાં પરત આવેલા માલને દર્શાવવાની સુવિધા ન હોવાથી જીએસટી રિટર્ન અને ઇ-વે બિલમાં તફાવત આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...