તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેકપોસ્ટ ઉપર મોબાઇલ જમા કરવાનો નિયમ 3 દિ’માં જ રદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
84 જ્ઞાતિના કુળદેવી કનકાઈ માતાજીના મંદિરે જતાં યાત્રિકોને છેલ્લા બે-ત્રણ દિવસથી પોતાના મોબાઈલ ચેકપોસ્ટ પર જમા કરાવવાનો સ્થાનિક આરએફઓએ મનઘડત નિયમ લાગુ કર્યો હતો. તાજેતરમાં જ મેલડી નાકાથી કનકાઈના રસ્તા પર સિંહનો વિડિયો વાયરલ થયો હતો અને આવા વીડિયો વાયરલ ન થાય તે માટે વ્યવસ્થાના ભાગરૂપે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને આવો કોઈ વન વિભાગનો પરિપત્ર નથી તેમ જણાવ્યું હતું. જેથી ડીસીએફ અને સીસીએફને રજૂઆત થતાં તેણે તુરંત જ આવા મનઘડત કાયદાઓ બંધ કરાવ્યા હતા જેથી બપોર બાદ મેલડી ચેકપોસ્ટ પરથી આવતા યાત્રિકોને મોબાઈલ લઈ જવાની છૂટ આપવી પડી હતી. વન્યપ્રાણીઓને કનડગત કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. આમ આરએફઓએ મનઘડત લાગુ કરેલા નિયમો અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થતાં અંતે થુકેલુ ચાટવુ પડ્યું હતું.

સનખડામાં સિંહે 3 પશુનાં કર્યા મારણ
ભાસ્કર ન્યૂઝ | ઊના

ઊના તાલુકાના સનખડા ગામમાં માલઢોરનાં મારણનાં બનાવો બનતા રહે છે. ત્યારે ફરી એક વખત શનિવારે રાત્રીનાં સનખડા ગામમાં સાવજોએ આવી ચઢી ભલુભાઇ જસાભાઇ ગોહીલની વાછરડીને મોતને ઘાટ ઉતારી મારણ કર્યુ હતું. આમ મારણનાં બનાવોને અટકાવવા વનતંત્ર દ્વારા વન્ય પ્રાણીઓને પાંજરે પુરવામાં આવે કે જંગલમાં ખદેડવા ગ્રામજનોમાંથી માંગણી ઉઠી છે.

ઊનામાં પ્લાસ્ટીકનાં પાઈપમાં આગ, નાસભાગ
એસટી ડેપો સામેની ગલીનો ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર અગન જ્વાળામાં લપેટાયો હતો
ક્રાઇમ રિપોર્ટર | ઊના

ઊનામાં એસટી ડેપો સામેની ગલીમાં હોસ્પિટલ વિસ્તાર નજીક ગેસ્ટ હાઉસની બાજુમાં ખુલ્લા પ્લોટમાં રખાયેલા પ્લાસ્ટીકનાં પાઇપમાં અચાનક આગ ફાટી નિકળતાં ધુમાડાનાં ગોટે ગોટાથી આ વિસ્તાર અગન જવાળામાં લપેટાઇ જતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. લોકોએ પાણીનો મારો ચલાવી આગને બુજાવવાનો પ્રયાસ કરેલ પરંતુ આગે રોદ્ર સ્વરૂપ લઇ લેતા પાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાતાં બંબાઓ સાથે આવી પહોંચી પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. અહીંયા ખાનગી હોસ્પિટલો, ગેસ્ટહાઉસ, દુકાનો તેમજ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોય ભારે ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો. આ અાગથી પાઇપનો જથ્થો બળીને ખાક થયો હતો.

આગને લીધે પ્લાસ્ટીક પાઈપનો જથ્થો બળીને ખાક. તસવીર-જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો