તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રના લગ્નપ્રસંગે પ્રથમવાર રાસ રમતા દેખાયા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યના કેબિનેટ મંત્રી અને હાલના જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાના પુત્ર ડો.મનીષના લગ્ન પ્રસંગે વરવિવાહના દિવસે વીંછિયાના અમરાપુરની સંસ્થા ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમના પત્ની પારૂલબેન સાથે ડી.જે.ના તાલે અને રાસ ગરબાના તાલે ગરબે રમ્યા હતા. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું જીવન સાદગી ભર્યું છે. કુંવરજીભાઈ બાવળિયાને લોકોએ પ્રથમ વખત રાસ ગરબે રમતા જોતા ભારે હરખમાં આવી ગયા હતા. કુંવરજીભાઈ બાવળિયાએ પોતાની અમરાપુર શૈક્ષણિક સંકુલની બાળાઓને પણ પુત્ર ડો.મનીષના લગ્ન પ્રસંગે યાદ કરીને રાસ ગરબા રમાડ્યા હતા. આ તકે સંસ્થાના બાળકો સાથે વરરાજા ડો.મનીષ મન મૂકીને ઝુમ્યા હતા. તસવીર-દિપક રવિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો