તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંતુ પાછળથી નોંધપાત્ર રિકવરી નોંધાવી હતી. એક માત્ર રિયાલ્ટીમાં એક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પરંતુ પાછળથી નોંધપાત્ર રિકવરી નોંધાવી હતી. એક માત્ર રિયાલ્ટીમાં એક ટકા ઉપરાંત ઘટાડો નોંધાયો હતો. જ્યારે ફાઇનાન્સ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને સ્મોલકેપ ઇન્ડાઇસિસમાં એક ટકાથી ઓછો ઘટાડો રહ્યો હતો.

ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 10750 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકાની સપાટી ગુમાવી 10729.30 પોઇન્ટની સપાટી નોંધાવી હતી. પરંતુ આ કડાકો થોડા સમય માટે જ રહ્યો હતો. ભારે વોલેટિલિટી છતાં ગઇકાલના મજબૂત બંધને નિફ્ટીએ ટેકો આપતો હોય તેમ 10800 પોઇન્ટની સપાટી જાળવી રાખી છે. ઉપરમાં હવે નિફ્ટી 10890 પોઇન્ટનું લેવલ ફરી પાછું મેળવે અને 10950-11000 પોઇન્ટની સપાટીને ફરી સ્પર્શે તે આશાવાદ હજી અકબંધ છે. પરંતુ નીચામાં જો 10800 તૂટે તો 10729 મહત્વની ટેકાની સપાટી ગણાવી શકાય. પરંતુ રોકાણકારો અને ટ્રેડર્સને ખાસ સલાહ છે કે, હમણાં લેણ કે વેચાણમાં એગ્રેસનથી દૂર જ રહેવું. સાથે સાથે એક વાતની નોંધ લેવી રહી કે, માર્કેટમાં એક જ દિવસમાં વી-શેપ રિકવરી પ્રોત્સાહક સંકેત આપે છે. વાસ્તવમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ મુજબ સંખ્યાબંધ સ્ક્રીપ્સમાં સુધારો પણ જોવા મળ્યો હોવાનું એન્જલ બ્રોકીંગના સમિત ચવાણનું કહેવું છે.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2666 પૈકી 943 (35.37 ટકા) શેર્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે 1579 (59.23 ટકા) સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. છતાં માર્કેટકેપ રૂ. 140.09 લાખ કરોડની સપાટીએ યથાવત રહ્યું હતું.

તાતા મોટર્સ 4 ટકા ઊછળ્યો: સેન્સેક્સ પેકની 9 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તાતા મોટર્સ વધુ 4.07 ટકાની રિકવરી સાથે રૂ. 182.70 બંધ રહ્યો હતો. કોલ ઇન્ડિયા 2.82 ટકા, ટીસીએસ 2.39 ટકા સુધર્યા હતા. જ્યારે એચસીએલ ટેકનો 2.26 ટકા, એચડીએફસી 2.18 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 2.08 ટકા, ઇન્ફોસિસ 1.75 ટકા અને સ્ટેટ બેન્ક 1.44 ટકા તૂટ્યા હતા.

એફઆઇઆઇ ઘૂમ લેવાલ: છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી વિદેશી નાણાકીય સંસ્થાઓની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. આજે પણ રૂ. 1674.17 કરોડની નેટ ખરીદી રહી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની 720.27 વેચવાલી રહી હતી.

વૈશ્વિક બજારોમાં નિરૂત્સાહી ટ્રેન્ડ : અમેરિકા-ચીન ટ્રેડ વચ્ચેની અનિશ્ચિત્તા વચ્ચે માર્કેટ વધુ ઘટ્યાંયુરોપિયન માર્કેટ ડેક્સ 0.25 ટકા, FTSE 1.03 ટકા, CAC 0.20 ટકા, એશિયાઇ માર્કેટ પણ ઘટ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો